Not Set/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી દિગ્ગજ કંપનીઓના CEO સાથે આ મુદ્દાઓ પર કરશે વાત

ભારતમાં હાઈડ્રોકાર્બન કંપનીમાં સંસોધન અને ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે, ઉર્જા આત્મનિર્ભરતા, ગેસ આધારિત અર્થવ્યવસ્થા અને બાયો ફ્યુઅલ જેવા ઉત્પાદનોમાં વધારો કરવા જેવા મુદ્દા પર ચર્ચા થશે.

Top Stories India
વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વૈશ્વિક તેલ અને ગેસ ક્ષેત્રની મુખ્ય કંપનીઓના CEO અને નિષ્ણાતો સાથે વાતચીત કરશે.

PMO એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ છઠ્ઠી વાર્તા હશે કે જેની શરૂઆત વર્ષ 2016માં કરવામાં આવી હતી. આ બેઠકમાં ઓઈલ એન્ડ ગેસ કંપનીના વૈશ્વિક લીડર્સ સામેલ થાય છે. જે ક્ષેત્રના મુખ્ય મુદ્દા અને ભારત સાથે સાથ અને સહયોગ રોકાણકારોને સંભવિત વિસ્તાર ખબર પડે તે માટે વિચારોનું આદાન-પ્રદાન કરતા હોય છે. વડાપ્રધાન મોદી 20મી તારીખે સાંજે છ કલાકે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઓઈલ એન્ડ ગેસ કંપનીના ગ્લોબલ સીઈઓ અને નિષ્ણાતો સાથે વાતચીત કરશે.

આ વાતચીતનો વિષય સ્વચ્છ, વ્રુધ અને સંવહનીયતાને પ્રોત્સાહિત કરવાનો છે. PMO ના જણાવ્યા પ્રમાણે વાતચીત દરમિયાન ભારતમાં હાઈડ્રોકાર્બન કંપનીમાં સંસોધન અને ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે, ઉર્જા આત્મનિર્ભરતા, ગેસ આધારિત અર્થવ્યવસ્થા અને બાયો ફ્યુઅલ જેવા ઉત્પાદનોમાં વધારો કરવા જેવા મુદ્દા પર ચર્ચા થશે.

વાતમાં કહેવામાં આવ્યું છે કે, મુખ્યત્વે MNC કંપનીઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના સીઈઓ અને નિષ્ણાતો આ ચર્ચામાં ભાગ લેશે. આ પ્રસંગે ખાસ કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક મંત્રી હરદીપ સિંહપૂરી પણ ભાગ લેશે.