Not Set/ બહેરામપુરામાં કેમિકલ કંપનીમાં થયો ગેસ લીક, કોઈ જાનહાની નહિ

આજ રવિવારના રોજ વહેલી સવારે બહેરામપુરા વિસ્તરામાં આવેલી કંપનીમાંથી ગેસ લીક થવાની ઘટના ઘટી હતી. ગેસ લીક થવાની જાણ થતા તાત્કાલિક પણે સ્થનિક લોકોએ આ અંગેની માહિતી ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જેના પર પગલાં લેતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઘટના બહેરામપુરા વિસ્તારમાં આવેલા ખોડિયારનગર વિસ્તારમાં આવેલી કેમિકલ કંપનીમાં ઘટી હતી. આ […]

Top Stories Ahmedabad Gujarat

આજ રવિવારના રોજ વહેલી સવારે બહેરામપુરા વિસ્તરામાં આવેલી કંપનીમાંથી ગેસ લીક થવાની ઘટના ઘટી હતી.

ગેસ લીક થવાની જાણ થતા તાત્કાલિક પણે સ્થનિક લોકોએ આ અંગેની માહિતી ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જેના પર પગલાં લેતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

આ ઘટના બહેરામપુરા વિસ્તારમાં આવેલા ખોડિયારનગર વિસ્તારમાં આવેલી કેમિકલ કંપનીમાં ઘટી હતી. આ કેમિકલની વાસ ખુબ જ તીવ્ર હોવાના કારણે આસપાસના સ્થાનિક લોકોને આ બાબતની જાણ થઇ હતી અને શ્વાસ લેવામાં મુશ્કેલી થતા ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરી હતી.

આ ઘટનામાં કોઈને જાનહાની નથી થઇ જે એક શુભ સમાચાર છે.