Gujarat Porbandar Firing: ગુજરાતના પોરબંદરમાં ભારતીય રિઝર્વ બટાલિયનના જવાનો વચ્ચે અથડામણ થઈ હતી, જે બાદ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં બેના મોત થયા હતા. જ્યારે અન્ય બે ઘાયલ હોવાનું કહેવાય છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અથડામણ બાદ જવાનો વચ્ચે ગોળીબાર થયો હતો. બે જવાનો શહીદ થયા છે. જ્યારે અન્ય બે ગંભીર રીતે ઘાયલ છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે જવાનો વચ્ચે અથડામણ કયા કારણોસર થઈ. તો ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતકોના મૃતદેહોને કબજે લેવામાં આવ્યા છે.
#GujaratElections : For some unknown reason, there was a sudden firing after clash broke out between the soldiers of Indian Reserve Battalion at Navi Bandar in Porbandar. In which 2 jawans have been killed and 2 have been injured.@NewIndianXpress @TheMornStandard @santwana99 pic.twitter.com/9hpm7r5jEX
— Dilip Kshatriya (@Kshatriyadilip) November 26, 2022
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ જવાબો ચૂંટણી ફરજ માટે આવ્યા હતા. એક જવાને AK-56 વડે તેના જ સાથીઓ પર ફાયરિંગ કર્યું. ફાયરિંગની આ ઘટના બની ત્યારે કોઈ જવાન ફરજ પર ન હતો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ મૃતક જવાનના નજીકના સંબંધીઓ અને અન્ય જૂથના જવાનોની પણ પૂછપરછ કરી રહ્યા છે. આ ઘટનાના વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી રહી છે.
આ પણ વાંચો: Gujarat Election/કોંગ્રેસે ક્યારેય આતંકવાદી હુમલાની નિંદા કેમ નથી કરી? ગૃહમંત્રી અમિત
