- સુરતના આમલી ડેમમાં 7 લોકોના ડૂબીનો મામલો
- 2 લોકોના મળી આવ્યા છે મૃતદેહ
- 6 કલાકથી સતત ફાયર વિભાગ કરે છે શોધખોળ
- 70થી 80 ફૂટ જેટલી પાણીની ઊંડાઈ
- લાપતા લોકોને શોધવા થઈ રહી છે જહેમત
- રેસ્ક્યુ સ્પીડ બોટ દ્વારા કરી રહ્યા છે શોધખોળ
- 16 લોકોની 3 ટીમ કરી રહી છે શોધ
સુરતમાં માંડવીના આમલી ડેમ ખાતે નાવડી પલટતા 7 લોકો ડૂબ્યા હોવાની ઘટના બની છે. આ ઘટના બાદ 2 મૃતદેહ મળી આવ્યા હજુ 5 લોકોની શોધખોળ બાકી છે. ઘાસ કાપવા માટે લોકો નાવમાં બેસીને જઈ રહ્યા હતા તે સમયે આ ઘટના બની.માંડવી પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :પાટણમાં ચાંઉથી પાણીપુરી ખાતા પહેલા સાવધાન, પહેલા જાણી લો સિદ્ધપુરના બાળકો હાલત
10માંથી 3 લોકો તરીને કિનારે આવી ગયાં હતાં જ્યારે સાત જેટલા લોકો ડૂબી ગયાં હતાં. ઘટનાની જાણ તંત્રને થતા માંડવી ફાયર વિભાગ અને માંડવી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સાત પૈકી 2ના મૃતદેહ મળી આવ્યાં હતાં. હાલ 05ની શોધખોળ હાથ ધરી છે.
ડેમમાં દુર્ઘટના સર્જાયાની જાણ તંત્રની સાથે સ્થાનિકોને થતાં લોકો દોડી આવ્યાં હતાં. ડેમમાં ડૂબેલાને શોધવા માટે સ્થાનિકો અને તંત્ર કામે લાગ્યું હતું. જેમાં હાલ ડેમમાંથી 5 વ્યક્તિઓની શોધખોળ ચાલી રહી છે. સ્થાનિક તરવૈયાની પણ શોધખોળ માટે મદદ લેવામાં આવી રહી છે. સ્થાનિક લોકો મૃત્યુઆંક વધે તેવી શક્યતા દર્શાવી રહ્યા છે.
સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ પહોંચી ગયો છે. પોલીસે સમગ્ર દુર્ઘટના અંગેનું પંચનામું કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહ્યો છે.
આ પણ વાંચો : નડિયાદમાં ઉત્તરાયણના પર્વ પહેલા જ બની મોટી દુર્ઘટના, પતંગ પકડવા જતા બાળક સાથે થયું એવું કે..
નાયબ અધિક્ષક રૂપલ સોલંકીએ જણાવ્યું હતું કે માંડવીના આમલી ડેમમાં સાત લોકો ઊંડા પાણીમાં ડૂબી ગયા છે, જેમાંથી બેના મોતની પુષ્ટિ થઈ છે. “બપોરના સમયે ફાયર વિભાગના બચાવ કર્મચારીઓ દ્વારા બે લોકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. અમે અન્ય પાંચને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જેમાંથી બે મહિલા અને ત્રણ પુરૂષ છે. બધા નજીકના આમલી ગામના રહેવાસી છે.”
સોલંકીએ જણાવ્યું હતું કે પીડિતો સ્થાનિક જનજાતિના છે અને માછીમારી પર નિર્ભર છે, તેઓ એક સહકારી મંડળીના સભ્યો છે જે માછીમારીનો વ્યવસાય કરે છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે સરકારે ગ્રામજનોને ડેમમાંથી માછલી પકડવાની પરવાનગી આપી છે. તેમણે કહ્યું કે સ્થાનિક લોકો નિયમિતપણે બોટ દ્વારા ડેમની વચ્ચે બનેલા ટાપુ પર જાય છે અને પછી જાળ નાખીને માછલીઓ પકડે છે.
સોલંકીએ કહ્યું, “મંગળવારે સવારે પણ ચાર મહિલાઓ સહિત 10 સ્થાનિક લોકો ટાપુ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમની બોટ ડૂબી ગઈ હતી. આ કદાચ ખરાબ હવામાન અને તેજ પવનને કારણે થયું હતું. જ્યાં બોટ ડૂબી ગઈ છે ત્યાં ઊંડાઈ 60 થી 70 ફૂટ છે. હાલ બારડોલી, સુરત અને માંડવીની ફાયર બ્રિગેડની ટીમો બચાવ કાર્યમાં લાગેલી છે.
આ પણ વાંચો :અમદાવાદમાં આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટીને ફરાર થયેલા 3 આરોપી પોલીસના સંકજામાં
આ પણ વાંચો :પાટડીમાં કોરોનાની કહેર વચ્ચે ખ્યાતનામ ગુજરાતીના ફિલ્મી અને ગાયક કલાકારો વચ્ચે બે દિવસની ક્રિકેટ ટૂર્નામેન્ટ
આ પણ વાંચો :ચોટીલા થાન રોડ ઉપર થયેલી આંગડિયા પેઢી નો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે ઉકેલ્યો.
આ પણ વાંચો : કોંગ્રેસનાં કોર્પોરેટરનો વિરોધ કામ ન આવ્યો, શહેઝાદ પઠાણ જ AMC માં વિપક્ષનાં નેતા બન્યા
