Not Set/ પાટણમાં ચાંઉથી પાણીપુરી ખાતા પહેલા સાવધાન, પહેલા જાણી લો સિદ્ધપુરના બાળકો હાલત

પાટણના સિદ્ધપુરમાં પાંચ જેટલા બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હોવાનું સામે આવ્યું છે.

Gujarat Others
પાણીપુરી
  • પાટણના સિદ્ધપુરમાં ફૂડ પોઇઝનિંગની ઘટના
  • પાણીપુરી આરોગ્યા બાદ થઇ ફૂડ પોઇઝનિંગની અસર
  • પાણીપુરી આરોગ્યા બાદ બાળકોની તબિયત લથડી
  • સિદ્ધપુરના 5 જેટલા બાળકોને થઈ અસર
  • ઘટનાના 24 કલાક બાદ પણ પાલિકા તંત્ર અજાણ
  • આરોગ્ય તંત્રએ હજુ સુધી નથી કરી તપાસ

પાણીપુરીનો ચટાકો કોને ન હોય. પાણીપુરીની દરેક લારીઓ પર ભીડ જામેલી હોય છે. આવામાં દરેક જગ્યાએ તો પાણીપુરીની લારી પર લોકો તૂટી પડે છે. આવામાં જો તમને બહારની પાણીપુરી ખાવાનો ચટાકો હોય તો ચેતી જજો. કેમ કે, પાટણના સિદ્ધપુરમાં પાંચ જેટલા બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હોવાનું સામે આવ્યું છે. પાણીપુરી આરોગ્યા બાદ બાળકોની તબિયત લથડી હતી. જેથી સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં છે.જ્યાં હાલ સારવાર લઈ રહેલા બાળકોની તબિયત સ્થિત હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો :નડિયાદમાં ઉત્તરાયણના પર્વ પહેલા જ બની મોટી દુર્ઘટના, પતંગ પકડવા જતા બાળક સાથે થયું એવું કે..

નોંધનીય છે કે એક વાત દરેક વ્યક્તિએ ખાસ ધ્યાનમાં લેવી જોઈએ કે, કોઈ પણ વસ્તુ માપમાં હોય તો તે યોગ્ય છે. કોઈ પણ વસ્તુનું તમે વધારે પડતા પ્રમાણમાં સેવન કરો તો તે નુકસાનકારક સાબિત થાય છે. પાણીપુરી માટે પણ આ જ નિયમ લાગુ પડે છે. તમે જો માપમાં પાણીપુરી ખાશો તો તે પણ ફાયદાકારક સાબિત થશે.

સૌથી મોટો ફાયદો એ છે કે પાણીપુરી તમારી પાચનક્રિયા નથી બગાડતી. પાણીપુરીમાં સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવતા મસાલા તમારી પાચનક્રિયા માટે ફાયદાકારક છે. પાણીપુરીનું ચટાકેદાર પાણી એવા મસાલાઓથી તૈયાર થાય છે જે એસિડિટી અને પેટમાં દુ:ખાવા જેવી સમસ્યાઓનો નાશ કરે છે.

આ પણ વાંચો :ચોટીલા થાન રોડ ઉપર થયેલી આંગડિયા પેઢી નો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે ઉકેલ્યો.

આ પણ વાંચો :રાજયમાં આજથી ર0મી સુધી પતંગ દોરાથી ઘાયલ પક્ષીઓને બચાવવા કરૂણા અભિયાન શરૂ

આ પણ વાંચો :વઢવાણીયા રાયતા મરચાની સોડમ વિદેશ સુધી પ્રસરી વર્ષ 3000 મણથી વધુ નુ વેચાણ. 18 લાખ થી વધુ આવક..

આ પણ વાંચો :રાજ્યમાં કોરોના સાથે ઠંડીનો વધ્યો પ્રકોપ, જાણો ક્યા કેટલુ છે તાપમાન