Ahmedabad News: અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તેમજ અમદાવાદ શહેર શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના સંયુક્ત ઉપક્રમે આજે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે સેવકથી લઈને આચાર્ય સુધીના તમામ સેવા નિવૃત્ત થયેલ કર્મચારીઓનો સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું..
અમદાવાદ શહેરમાંથી 31- 5- 2025 ના રોજ જે લોકો નિવૃત્ત થયા તે લોકો ને તે જ સમયે લોકોને નિવૃત્તિના દિવસે સન્માન મળે તે હેતુથી સેવક થી લઈને આચાર્ય સુધીના કર્મચારીઓએ જેમણે શિક્ષણ ક્ષેત્ર પોતાની યોગદાન આપ્યું છે તેમના માટે ખાસ સેવા નિવૃત્ત કર્મચારીઓનો સત્કાર સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું… અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી દ્વારા 130 જેટલા અમદાવાદ શહેરના સરકારી ગ્રાન્ટેડ શાળાનાસેવકથી લઈને આચાર્ય સુધીના સેવા નિવૃત થયેલ કર્મચારીઓને સન્માન પત્ર, LPC , ફોર્મ નંબર 22 તેમજ સર્ટિફિકેટ આપીને તેમની કામગીરીને બિરદાવી સન્માન કરવામાં આવ્યું..
જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અમદાવાદ શહેર દ્વારા આજે 130 જેટલા સરકારી ગ્રાન્ટેડ શાળાના સેવકથી લઈને આચાર્ય સુધીના તમામ સેવા નિવૃત્ત કર્મચારીઓનો સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જે લોકોએ શિક્ષણ ક્ષેત્રે સેવા આપી છે તેવા આચાર્ય તેમજ વર્ગ ત્રણ ના પ્યુન મદદનીશ શિક્ષક અને ક્લાર્ક જેવા કર્મચારીઓ જેમને વય નિવૃત્ત થયેલ કર્મચારીઓને માન સન્માન ભેર સન્માન પત્ર એલપીસી, ફોર્મ નંબર 22 તેમજ સર્ટિફિકેટ આપીને હસતા મુખે વિદાય કરવામાં આવ્યા.. સરકારી ગ્રાન્ટેડ શાળાના 130 જેટલા સેવકથી લઈને આચાર્ય નો સત્કાર કરવામાં આવ્યો..
સેવા નિવૃત્ત થતા હોય તેવા કર્મચારીઓને મળતા તમામ લાભ આપી તેમને ફૂલોથી તેમનું સન્માન કરીને આઇસ્ક્રીમ ખવડાવીને તેમજ જરૂરી એવા સર્ટિફિકેટ આપીને તેમને વિદાય આપવામાં આવ્યા ..
આ પણ વાંચો:ખાનગી શાળાઓ સામે ડીઇઓની લાલ આંખ, FRCનો ચાર્ટ બોર્ડ પર મૂકે
આ પણ વાંચો:કેજરીવાલ સરકારે ઠંડીના લીધે ખાનગી શાળાઓ માટે એડવાઇઝરી જાહેર કરી
