Dahod News/ દાહોદમાં ચીલાકોટા ગ્રામ પંચાયતનો કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયો

જન્મના દાખલા માટે રૂ.1,000 ની લાંચ લેતા ACBની ટીમે દબોચી લીધો

Gujarat

Dahod News : દાહોદના લીમખેડામાં એક વ્યક્તિની દિકરીઓના જન્મના દાખલા માટે તેની પાસેથી રૂ.1,000 ની લાંચ લેતા લીમખેડા ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર સોલંકી દિનેશભાઇ માધુભાઇની ACBની ટીમે ધરપકડ કરી હતી.

આ કેસની વિગત મુજબ ફરીયાદીના ભાઇની છોકરીઓના શાળા તરફથી આધારકાર્ડ કઢાવવા ફરજીયાત હોવાથી તેમાં જન્મના દાખલાની જરૂર હતી. આ દીકરીઓના જન્મના દાખલા લેવા ગ્રામ પંચાયત કચેરીમાં જતા નોંધ થઈ ન હોવાનું જણાયું હતું. બાદમાં ફરિયાદીએ મામલતદાર કચેરીમાંથી દાખલો મેળવવાની કાર્યવાહી કરવા લીમખેડા ગ્રામ પંચાયત કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર સોલંકી દિનેશ માધાભાઈએ અપ્રાપ્ય ફોર્મ નંબર-૧૦ ભરી આપ્યું હતું. આ કામ માટે આરોપી સોલંકી દિનેશે ફરીયાદી પાસે રૂ.1,200ની લાંચની માંગણી કરી હતી અને રકઝક ના અંતે રૂ.1,000 નકકી કર્યા હતા.

ફરીયાદી લાંચની રકમ આરોપીને આપવા માંગતા ન હોઈ, ACBનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેને આધારે ACBની ટીમે લીમખેડાના ચીલાકોટા ગ્રામ પંચાયત કચેરી ખાતે જાળ બિછાવી ફરિયાદી પાસેથી રૂ.1,000ની લાંચ લેતા સોલંકી દિનેશભાઇ માધુભાઇની ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:UPI સંબંધિત મોટા ફેરફારો : ૧ ઓગસ્ટથી મર્યાદા લાગુ થશે, કડક નિયમો સાથે પેમેન્ટ એપ્સનો ઉપયોગ કરવાની રીત બદલાશે

આ પણ વાંચો:UPI વપરાશકર્તાઓ સાવધાન! 1 ઓગસ્ટથી લાગુ થશે લીમીટ, કડક નિયમો સાથે પેમેન્ટ એપ્સનો ઉપયોગ કરવાની રીત બદલાશે

આ પણ વાંચો:સરકાર ₹2,000 થી વધુના UPI વ્યવહારો પર GST વસૂલવાનું વિચારી રહી નથી