Not Set/ ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા ક્ચ્છ યુનિવર્સિટીને કુલપતિ ક્યારે મળશે..?

એક વર્ષથી ઇન્ચાર્જના હવાલે ચાલતી ક્ચ્છ યુનિવર્સિટીમાં કુલપતિ નીમવા માટેની સર્ચ કમિટી એકાએક વિખેરી નખાતા કચ્છને હજી એકાદ વર્ષ સુધી કાયમી કુલપતિ મળશે નહીં ત્યારે વહીવટી પ્રક્રિયા સાથે છાત્રોના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ સર્જાયો છે ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા ક્ચ્છ યુનિવર્સિટીમાં એક વર્ષ પૂર્વે કુલપતિ સી.બી જાડેજાનો સમયગાળો પૂર્ણ થતાં નવા વીસીની શોધ કરાઈ હતી જો કે,તે […]

Gujarat Others

એક વર્ષથી ઇન્ચાર્જના હવાલે ચાલતી ક્ચ્છ યુનિવર્સિટીમાં કુલપતિ નીમવા માટેની સર્ચ કમિટી એકાએક વિખેરી નખાતા કચ્છને હજી એકાદ વર્ષ સુધી કાયમી કુલપતિ મળશે નહીં ત્યારે વહીવટી પ્રક્રિયા સાથે છાત્રોના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ સર્જાયો છે

ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા ક્ચ્છ યુનિવર્સિટીમાં એક વર્ષ પૂર્વે કુલપતિ સી.બી જાડેજાનો સમયગાળો પૂર્ણ થતાં નવા વીસીની શોધ કરાઈ હતી જો કે,તે દરમિયાન ઇન્ચાર્જ વીસી તરીકે દર્શનાબેન ધોળકિયાને કાર્યભાર સોંપવામાં આવ્યો હતો.

ઇન્ચાર્જના હવાલે છેલ્લા એક વર્ષથી યુનિવર્સિટીનો વહીવટ ચાલી રહ્યો છે. ઇન્ચાર્જ વીસી પાસે જરૂરી સતા ન હોઈ તેઓ અમુક કાર્યો આગળ ધપાવી શકતા નથી. ક્ચ્છ યુનિવર્સિટીને કુલપતિ મળે તે માટે સર્ચ કમિટી બનાવવામાં આવી અને સભ્યો પણ નક્કી થયા જો કે, સરકારે એકાએક સર્ચ કમિટી જ વિખેરી નાખતા એક વર્ષની મહેનત એળે ગઈ છે.

ભાજપ સરકારના મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી વચ્ચેના આંતરિક ગજગ્રાહ અને ક્ચ્છ ભાજપની જૂથવાદવાળી નેતાગીરીએ યુનિવર્સિટીને રાજકિય અડ્ડો બનાવી દીધી હોવાનો આક્ષેપ પૂર્વ સેનેટ મેમ્બર રમેશ ગરવાએ કર્યો હતો .

ઇન્ચાર્જ કુલપતિ દર્શનાબેન ધોળકીયાએ જણાવ્યું કે, સર્ચ કમિટી રદ કરાઈ છે.  હવે નવી કમિટી બનશે જેમાં ચાર સભ્યો હશે. જેમાં એક સભ્યની પસંદગી માટે શનિવારે યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને મેજિસ્ટ્રેટની મીટીંગ મળશે. 4 સભ્યો સિલેક્ટ થયા બાદ વીસી બનવા ઈંચ્છુક ઉમેદવારોના બાયોડેટા મેળવાશે. અને ત્રણ નામો સરકારમાં મોકલાશે.  જે બાદ નવા વીસી યુનિવર્સિટીને મળશે ઇન્ચાજ કુલપતિએ ઝડપી સમયમાં કામગીરી થવાનો દાવો કર્યો હતો જો કે,આ પ્રક્રિયામાં એકાદ વર્ષનો સમય નીકળી જવાની શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.