Vadodara News/ વડોદરામાં ગુજસીટોક હેઠળ મોટી કાર્યવાહી, 9 આરોપી ઝડપાયા

વડોદરામાં નવા વર્ષની શરૂઆત સાથે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી છે.

Top Stories Gujarat Vadodara Breaking News

વડોદરામાં નવા વર્ષના પહેલા દિવસે જ વડોદરા શહેર પોલીસે ઓર્ગેનાઈઝડ ક્રાઇમમાં સંડોવાયેલા 9 આરોપીઓને ઝડપી પાડીને ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. લાંબા સમયથી આ આરોપીઓ શહેરમાં અનેક ગુનાઓ આચરતા હતા અને લોકોમાં ભયનું વાતાવરણ ફેલાવી દીધું હતું.શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં આ આરોપીઓ વિરુદ્ધ અનેક ફરિયાદો નોંધાઈ હતી.

આ મામલે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું કે, શહેર પોલીસ શહેરીજનોની સુરક્ષા માટે સતત પ્રયત્નશીલ છે. ઓર્ગેનાઈઝડ ક્રાઇમને કોઈ પણ સંજોગોમાં શહેરમાં ચાલવા દેવામાં આવશે નહીં. આ માટે શહેર પોલીસ તમામ જરૂરી પગલાં લઈ રહી છે.

આ કાર્યવાહીથી શહેરમાં ગુનાખોરીમાં ઘટાડો થશે તેવી આશા સેવાઈ રહી છે. શહેરીજનોએ પણ પોલીસને સહકાર આપીને શહેરને શાંતિપૂર્ણ માહોલ રાખવામાં મદદ કરવી જોઈએ.

@ Darshan, Mtv


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં નકલી પોલીસ, નકલી જ્જ અને હવે વર્તમાનમાં એક નકલી એડમિશનની બની ઘટના

આ પણ વાંચો: વડોદરામાં દારૂના કટિંગ વખતે પોલીસ પર પથ્થરમારો : પોલીસે બે રાઉન્ડ ફાયર કર્યા, 62.88 લાખનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચો: વડોદરાની સૌથી મોટી સયાજી હોસ્પિટલ દવા મામલે દેવાદાર : દવાના 13 કરોડનું બિલ ચૂકવવા નથી પૈસા