Gujarat News/ પોલીસની પરવાનગી વિના થર્ટી ફર્સ્ટમાં D.J. નાઈટની ઉજવણી કરી તો સંચાલકો સામે થશે કડક કાર્યવાહી

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચના મુજબ કોઈપણ પ્રકારની પ્રોહિબિશન કે નાર્કોટીક્સ અંગેની ચીજવસ્તુ મળી આવે તો કડક કાર્યવાહી કરવી. પોલીસે રાજ્યભરમાં ઇવેન્ટ આયોજકો સાથે પણ ખાસ બેઠક યોજી જરૂરી તકેદારી અંગે સૂચનાઓ આપી.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gujarat News : રાજ્યમાં ૩૧મી ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે (Vikas Sahay) વિડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડા સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જેમાં પોતાના જિલ્લામાં જાહેર માર્ગો તેમજ એન્ટ્રી-એક્ઝીટ પોઇન્ટ પર બ્રીથ એનેલાઇઝર સાથે સઘન ચેકીંગ કરવા ઉપરાંત તમામ DJ નાઇટ ઈવેન્ટ સંચાલકો સાથે બેઠક યોજી જરૂરી તકેદારી રાખવા અંગે સમજ આપવા સૂચના આપવામાં આવી હતી. તે ઉપરાંત પોલીસની પરવાનગી વિના થર્ટી ફર્સ્ટમાં DJ નાઈટની ઉજવણી કરતા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવા ઉપરાંત કોઈપણ પ્રકારની પ્રોહિબિશન કે નાર્કોટીક્સ અંગેની ચીજવસ્તુ મળી આવે તો કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

રાજ્યના પોલીસ વડાની સૂચના અનુસંધાને રાજ્યના તમામ શહેર/જિલ્લાઓમાં હોટેલ/ગેસ્ટ હાઉસ/ફાર્મ હાઉસ/પાર્ટી પ્લોટના માલિકો સાથે શહેર/જિલ્લાના પોલીસ અમલદારોએ બેઠક કરી છે. જેમાં કડક સૂચનાઓ આપવામાં આવી છે કે, પોતાની ઇવેન્ટ પ્લેસ ઉપર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ કરવામાં આવશે કે ચેકીંગ દરમિયાન કોઈપણ પ્રકારની પ્રોહિબિશન તથા નાર્કોટીક્સ અંગેની ચીજવસ્તુ મળી આવશે તો સંચાલક સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસની પરવાનગી વિના કોઈ પણ સંચાલક New Year અનુસંધાને મ્યુજીકલ નાઈટ અથવા ઈવેન્ટ/પરફોર્મન્સનું આયોજન કરી શકશે નહિ. સલામતીના કારણોસર સંચાલકો પાસેથી એ માહિતી પણ લેવામાં આવી છે કે, કાર્યક્રમમાં અંદાજીત કેટલા વ્યક્તિઓ એકત્ર થઇ શકે એમ છે. તમામ પોલીસ કમિશનર તથા પોલીસ અધિક્ષકશ્રીઓએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે પ્રોહીબીશન તથા નાર્કોટીક્સ અંગે કડક ચેકિંગ તથા ટ્રાફીકની વ્યવસ્થા સુવ્યવસ્થિત રહે તે માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો: SHE ટીમો નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મહિલાઓની સુરક્ષા માટે સજ્જ, 31st ની પાર્ટીને લઈને સઘન વ્યવસ્થા

આ પણ વાંચો: અમદાવાદ: સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી, 31st ડિસેમ્બર પહેલા કાર્યવાહી, સ્ટેટ મોનિટરિંગ સેલના ચાંદખેડામાં દરોડા, ચાંદખેડામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો,

આ પણ વાંચો: 31stને લઈને લેવાયો આ નિર્ણય આ રીતે કરવી પડશે ઉજવણી