IPL/ ચીની કંપની Vivo ને IPL એ કહ્યુ Tata, ટૂર્નામેન્ટને મળ્યો નવો ટાઈટલ સ્પોન્સર

IPL નાં ચેરમેન બ્રિજેશ પટેલે સમાચાર એજન્સી PTI ને માહિતી આપી છે કે, ચીનની મોબાઈલ નિર્માતા કંપની Vivo ને બદલે Tata ગ્રુપ આગામી વર્ષે IPL નું સ્પોન્સર બનશે.

Top Stories Sports
IPL Tata

IPL 2022 પહેલા એક મેગા ઓક્શન યોજાવાની છે, જેમાં દિગ્ગજ ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. એવા ઘણા ખેલાડીઓ છે જેઓ અત્યાર સુધી એક જ ફ્રેન્ચાઈઝી માટે રમ્યા છે પરંતુ હવે હરાજીમાં સામેલ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022 મેગા ઓક્શન ડેટ ટાઈમ) ની મેગા ઓક્શનની તારીખ આજે સ્ટેમ્પ કરવામાં આવશે. હરાજીનું સ્થળ (IPL 2022 ઓક્શન વેન્યુ) પણ આજે નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચો – Retirement / IPL ઈતિહાસનાં અત્યાર સુધીનાં સૌથી મોંઘા વિદેશી ખેલાડીએ સન્યાસ લેવાની કરી જાહેરાત

IPL નાં ચેરમેન બ્રિજેશ પટેલે સમાચાર એજન્સી PTI ને માહિતી આપી છે કે, ચીનની મોબાઈલ નિર્માતા કંપની Vivo ને બદલે Tata ગ્રુપ આગામી વર્ષે IPL નું સ્પોન્સર બનશે. જણાવી દઈએ કે, મંગળવારે લીગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2020માં, Vivo ને IPL નાં ટાઈટલ સ્પોન્સરમાંથી હટાવી દેવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં 2021માં Vivo ફરીથી IPL નો ટાઈટલ સ્પોન્સર બન્યો હતો. Vivo એ 2018-2022 સુધી ટાઇટલ સ્પોન્સરશિપ અધિકારો માટે રૂ. 2200 કરોડનાં સોદા પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ 2020માં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે ગલવાન વેલીમાં સૈન્ય મુકાબલો બાદ, બ્રાન્ડે એક વર્ષ માટે બ્રેક લીધો અને Dream 11 એ તેનું સ્થાન લીધું. Vivo 2021માં IPLનાં સ્પોન્સર તરીકે પાછી ફરી હતી.

આ પણ વાંચો – મોટા સમાચાર / કોંગ્રેસનાં કોર્પોરેટરનો વિરોધ કામ ન આવ્યો, શહેઝાદ પઠાણ જ AMC માં વિપક્ષનાં નેતા બન્યા

આ વખતે IPLમાં 2 નવી ટીમો જોડાઈ છે. બે નવી ટીમો અમદાવાદ અને લખનઉ છે. IPL 2022ની હરાજી પહેલા બે નવી ટીમોને 3 ખેલાડીઓની પસંદગી કરવાની મંજૂરી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં બન્ને ફ્રેન્ચાઇઝી ખેલાડીઓને ખરીદવાની રણનીતિ બનાવી રહી છે. આવનારા સમયમાં તે ખેલાડીઓનાં નામ પણ જાહેર કરવામાં આવશે, જેઓ આ ટીમોમાં સામેલ થઈ રહ્યા છે. આ સિવાય ફેબ્રુઆરીમાં મેગા ઓક્શન પણ થવા જઈ રહ્યું છે.