Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના બુલંદશહર જિલ્લાના ઉંચાગાંવ વિસ્તારના રોસલા ગામમાં મંગળવારે સવારે એક આશ્ચર્યજનક ઘટના (Unusual Incident) સામે આવી હતી. અહીં એક ઘરના પશુઓ બાંધવાની જગ્યાએ અચાનક આશરે 50 કિલો વજનનો બરફનો ટુકડો પડ્યો (Bulandshahr Ice Block) હતો. આ ઘટનાને પગલે જોરદાર અવાજ થતાં આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
Bulandshahr Ice Block: પશુઓની વચ્ચે પડ્યો બરફનો મોટો ટુકડો
મળતી માહિતી મુજબ, મંગળવારે સવારે લગભગ 11:45 વાગ્યે રામસિંહના પુત્ર હરિયાના ઘરની બહાર પશુઓ બાંધવાની જગ્યાએ આ બરફનો ટુકડો પડ્યો હતો. ટુકડો પડતાં મોટો અવાજ સંભળાયો હતો. અવાજ સાંભળીને આસપાસના લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા.
ઘટનાસ્થળે પહોંચેલા ગ્રામજનોને પશુઓની આસપાસ બરફના મોટા ટુકડા વિખરાયેલા જોવા મળ્યા હતા. ત્યારબાદ ત્યાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.
સ્વચ્છ આકાશમાં બરફનો ટુકડો પડતાં આશ્ચર્ય
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ઘટના સમયે આકાશ એકદમ સ્વચ્છ હતું. ન તો વરસાદ થઈ રહ્યો હતો કે ન તો બરફ પડી રહ્યો હતો. આવી સ્થિતિમાં અચાનક આટલો મોટો બરફનો ટુકડો (50 Kg Ice Block) પડતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું.
કેટલાક લોકો આ ટુકડો વિમાનમાંથી પડ્યો હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે કેટલાક તેને કુદરતી ઘટના માની રહ્યા છે. જોકે, તેની પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રભારીએ ઘટનાને ગણાવી શંકાસ્પદ
સ્થાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (Agriculture Science Centre)ના પ્રભારી ડૉ. રિશુ સિંહે જણાવ્યું હતું કે હાલ આ પ્રકારની અસાધારણ હવામાન સ્થિતિ નથી. આકાશ સ્વચ્છ છે અને ઝાકળ પણ નથી. આવી પરિસ્થિતિમાં બરફનો ટુકડો પડવાની ઘટના શંકાસ્પદ જણાય છે.
તેમણે એવી આશંકા પણ વ્યક્ત કરી હતી કે આ કોઈ અસામાજિક તત્ત્વની શરારત હોઈ શકે છે. જોકે, બરફનો ટુકડો ક્યાંથી આવ્યો અને કેવી રીતે પડ્યો તે અંગે હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
આ પણ વાંચો: નેપાળના જળપ્રલયે તાજી કરી કેદારનાથની યાદ, બન્ને દુર્ઘટનામાં ગ્લેશિયરનું કનેક્શન?
આ પણ વાંચો: અમદાવાદમાં રોબોટ પીરસી રહ્યો છે બરફનો ગોળો, લોકોને ગમ્યો અનોખો અંદાજ
આ પણ વાંચો: મે મહિનામાં પણ બરફનો આનંદ લેવો છે? દિલ્હીની નજીક આવેલા આ 5 હિલ સ્ટેશનની આજે જ કરો મુલાકાત
