kerala news/ સલામ છે આ જુસ્સાને! ફૂટપાથ પર સ્કૂટી રોકનાર કેરળના ‘બહાદુર અમ્મા’નું સરકારે કર્યું સન્માન

Kerala Brave Grandmother: કેરળના પ્રભાવતી અમ્માનો વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ ફૂટપાથ પર સ્કૂટી ચલાવનાર યુવકને રોકી રહ્યા છે. તેમની આ નિડરતા બદલ સરકારે તેમને સન્માનિત કર્યા છે.

NATIONAL India Trending
Kerala Brave Grandmother: ફૂટપાથ પર સ્કૂટી ચલાવનારને શીખવ્યો પાઠ, MVD એ કર્યું સન્માન

Kerala woman felicitated by authorities: ટ્રાફિક જામથી બચવા માટે શોર્ટકટ અપનાવતા લોકો માટે કેરળના એક વૃદ્ધ મહિલા આદર્શ બન્યા છે. ફૂટપાથ પર સ્કૂટી લઈને ચઢી આવેલા યુવકનો રસ્તો રોકી તેને પાછા હટવા મજબૂર કરનાર પ્રભાવતી અમ્માનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હવે કેરળના મોટર વાહન વિભાગ (MVD) એ તેમનું વિશેષ સન્માન કર્યું છે.

Kerala : શું હતી સમગ્ર ઘટના?

આ ઘટના કેરળના કોઝિકોડના એરાંજીપલમ ટ્રાફિક સિગ્નલ પાસે બની હતી. ભારે ટ્રાફિક જામ હોવાથી રસ્તો બ્લોક હતો, ત્યારે એક સ્કૂટી સવાર પોતાની ગાડી ફૂટપાથ પર ચલાવવા લાગ્યો હતો. ફૂટપાથ ચાલનારા લોકો માટે હોવા છતાં આ યુવક ત્યાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા પ્રભાવતી અમ્માએ હિંમત બતાવી અને સ્કૂટીની બરોબર સામે ઉભા રહી ગયા.

Kerala Brave Grandmother: ફૂટપાથ પર સ્કૂટી ચલાવનારને શીખવ્યો પાઠ, MVD એ કર્યું સન્માન

શાંત રહીને આપ્યો કડક સંદેશ

કોઈ પણ રાડારાડ કે બૂમબરાડા કર્યા વગર પ્રભાવતી અમ્માએ મક્કમતાથી પોતાનો પગ સ્કૂટીની આગળ અડાવી દીધો અને ત્યાંથી ટસથી મસ ન થયા. જ્યાં સુધી પેલા સ્કૂટી સવારે કંટાળીને પોતાની ગાડી પાછી મેઈન રોડ પર ન ઉતારી ત્યાં સુધી દાદી રસ્તો રોકીને ઉભા રહ્યા. આ દ્રશ્ય કોઈએ કેમેરામાં કેદ કરી લીધું અને જોતજોતામાં તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું.

સરકારે કર્યું બહુમાન

દાદીની આ નિડરતા અને જાગૃતિને જોઈને ઇન્ટરનેટ પર લોકોએ તેમના ખૂબ વખાણ કર્યા. કેરળના મોટર વાહન વિભાગ (MVD) ના ધ્યાન પર આ વાત આવતા અધિકારીઓએ શુક્રવારે પ્રભાવતી અમ્માને ખાસ બોલાવીને તેમનું સન્માન કર્યું. વિભાગે જણાવ્યું કે, “પ્રભાવતી અમ્માનું સન્માન કરવાનો હેતુ અન્ય નાગરિકોને પ્રેરિત કરવાનો છે કે તેઓ પણ નિયમોનું પાલન કરે અને ખોટું થતું અટકાવે.


આ પણ વાંચો: SIR પ્રક્રિયા વચ્ચે દેશમાં 3 BLOનો આપઘાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કેરળમાં આત્મહત્યાના બનાવો

આ પણ વાંચો: કેરળના કોટ્ટાયમમાં ટુરિસ્ટ બસ પલટી જતાં એકનું મોત, 49 ઘાયલ

આ પણ વાંચો: પરિવારનો ખર્ચના ઉઠાવી શકો તો કેમ બીજા લગ્ન કરો છો?, કેરળ હાઈકોર્ટે કરી કોમેન્ટ..