Not Set/ અમદાવાદમાં કોરોનાથી વધુ એક પો.કર્મીનું થયું મૃત્યુ, અત્યારસુધીમાં બે પો. કર્મીના થયા મોત

ગુજરાતમાં અને એમાં પણ રાજ્યના મેટ્રો સીટી કહેવાતા અમદાવાદમાં કોરોના વાયરસનો ખતરો દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેથી આ જીવલેણ વાયરસના કારણે 500 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ તમામ લોકોની સાથે કેટલાક કોરોના વોરીયર્સ પણ કોરોનાનો ભોગ બન્યા છે. આ જ પ્રમાણે અમદાવાદમાં આવેલા પોલીસ હેડકવાર્ટરમાં ફરજ અદા કરી રહેલા ASI […]

Ahmedabad Gujarat

ગુજરાતમાં અને એમાં પણ રાજ્યના મેટ્રો સીટી કહેવાતા અમદાવાદમાં કોરોના વાયરસનો ખતરો દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેથી આ જીવલેણ વાયરસના કારણે 500 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ તમામ લોકોની સાથે કેટલાક કોરોના વોરીયર્સ પણ કોરોનાનો ભોગ બન્યા છે.

આ જ પ્રમાણે અમદાવાદમાં આવેલા પોલીસ હેડકવાર્ટરમાં ફરજ અદા કરી રહેલા ASI ગોવિંદભાઈ બાબુભાઇનું કોરોનાની બીમારીમા સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ નિધનના સમાચારથી પોલીસબેડામાં પણ શોકની લાગણી ફેલાઇ છે અને શહેરના પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાએ પણ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો હતો.

આપને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં બે પોલીસકર્મીઓના કોરોના વાયરસથી મોત થયા છે, જયારે રાજયમાં કુલ 3 પોલીસકર્મીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.