ગુજરાત વૈશ્વિક ફલક ઉપર પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે. રાજ્યમાં આ અઠવાડિયામાં 3 મોટા વિદેશી મહાનુભાવો ગુજરાત પધારી રહ્યા છે. હાલમાં રાજ્યમાં મોરેશિયસ ના વડાપ્રધાન અને WHO ના પ્રમુખ ગુજરાતમાં હાજર છે. તો સાથે દેશના PM નરેન્દ્ર મોદી પણ ગુજરાત આવી પહોચ્યા છે.
સૌરાષ્ટ્રની સંસ્કાર અને સંસ્કૃતિપ્રેમી પ્રજા આંગણે આવતા મહેમાન-પરોણા માટે પ્રાણ પાથરવ જાણીતી છે. એને આવનારને આભ જેવડો આવકારો આપવા અને મહેમાનોને માનપાન આપનાર ઘરધણીનો રોટલો ને આબરું બેય પચ્ચીસ પચાસ ગાઉ માથે પંકાતા હતા. સૌરાષ્ટ્રની મહેમાનગતિ, આતિથ્ય પરંપરા યુગો જુની છે. ત્યારે આજે ફરી એકવાર વિશ્વ ફલક ઉપર સૌરાષ્ટ્રની ધરતી પોતાની મેહમાનગતીના ઓજસ પાથરવા માટે થનગની રહ્યું છે. અને વિશ્વના મહાનુભાવોનું સ્વાગત કરવા માટે આતુર બન્યું છે.

રાજકોટ શહેર કરતા ઓછી પણ ઓછી એટલે કે લગભગ 13 લાખની વસ્તી ધરાવતા દેશ મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમને આવકારવા માટે રાજકોટ શહેર ભાજપ અને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ માટે રાજકોટ શહેર ભાજપ દ્વારા બપોરે ચાર વાગ્યે ધોમધખતા તાપમાં એરપોર્ટથી રેસકોર્સ રીંગરોડ ઉપર ભવ્ય રોડ શોનું આયોજન કરાયું છે.
રાજકોટ મનપાના મેયર ડો. પ્રદિપ ડવના જણાવ્યા મુજબ ભારતીય મૂળના મોરેશિયસના વડાપ્રધાનને આવકારવા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ એરપોર્ટ પર જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ મહાનગરની સમગ્ર ટીમ દ્વારા સ્વાગત કરવામાં આવશે ત્યાર બાદ અલગ અલગ 25 પોઇન્ટ ઉપર તેમના રોડ શો દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી અને ગુજરાતી ક્લચર થી તેમનું સ્વાગત કરવામાં આવશે.
આ માટે ઠેર ઠેર તેમને આવકારતા હોર્ડિંગ્સ અને બેનરો પણ લગાવવામાં આવ્યા છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાજકોટમાં તેઓ રાત્રી રોકાણ પણ કરવાના છે અને ડિનર પણ કરવાના છે આ ઉપરાંત રાત્રી દરમિયાન તેઓ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળશે.
એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ સુધી રોડ રિસરફેસ કરવા સૂચના આપવામાં આવી છે. સમગ્ર રૂટ પર સાફ સફાઈ કરવી, પાર્કિગ પ્લોટમાં મેડિકલ ટીમો મુકવા જાણ કરી દેવાઈ છે. મનપા દ્રારા મોદી અને મોરેશિયિસના પીએમના રોડ શોની તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. એરપોર્ટના બંને બાજુએ સ્ટેજ અને રોડ શોના રુટની બંને બાજુએ વ્યવસ્થા ગોઠવાશે. રોડ શો દરમિયાન મેડિકલ ફસ્ટ એઈડ કિઓસ્ક પણ બનાવાશે.જુદા જુદા સ્થળો પર ફાયર અને ઈમરજન્સી વિભાગ તૈયાર કરવામાં આવ્યો છે. રોડ શો દરમિયાન સાંસ્કૃત્તિક કાર્યક્રમ પણ ગોઠવાયા જેમાં કલકારો ખાસ પરફોર્મન્સ આપશે.
ગુજરાત/ PM મોદી મુલાકાતના બીજા દિવસે બનાસ ડેરી પહોંચ્યા, મહિલાઓ સાથે કરી મુલાકાત
