રાજ્યસભામાં સંશોધિત ત્રણ તલાક બિલ પર વિરોધ ચાલી રહ્યો છે. આ મામલાને સાંપ્રદયિક રંગ આપવાની કોશિશો પણ કરવામાં આવી રહી છે. કોંગ્રેસના રાજ્યસભાના એક સાંસદ દ્વારા ભગવાન રામ મુદ્દે આપવામાં આવેલા નિવેદનના કારણે વિવાદ થયો છે. હકીકતમાં શુક્રવાર સવારે કોંગ્રેસના સાંસદ હુસૈન દલવાઈએ કહ્યું કે આપણા સમાજમાં મહિલાઓ પર પુરુષ વર્ગનું વર્ચસ્વ છે. શ્રી રામચંદ્રજીએ પણ શંકાના કારણે સિતાજીને છોડી દીધા હતા. આપણે આ આખી પરંપરા જ બદલવાની જરૂર છે. એમના આ નિવેદન પર વિવાદ થઇ ગયો છે.
દલવાઈએ કહ્યું કે ફક્ત મુસ્લિમો જ નહિ, હિન્દૂ, ઈસાઈ, શીખ બધા સમુદાયોમાં મહિલાઓ સાથે અન્યાયપૂર્ણ વ્યવહાર થાય છે. આમ આવું કહેવું કે સરકાર મુસ્લિમ મહિલાઓના હિતોની રક્ષા માટે ત્રણ તલાક બિલ લાવી રહી છે, તો આ વાત ખોટી છે. ભાજપે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની માફી માંગવાની માંગ કરી છે.
Women treated unfairly in all communities, not just Muslims, even Hindus, Christians, Sikhs etc. In every society, there is male domination. Even Shree Ram Chandra ji once left Sita ji after doubting her. So we need to change as a whole: Hussain Dalwai, Congress #TripleTalaqBill pic.twitter.com/dpuh0c3Jyu
— ANI (@ANI) August 10, 2018
સંઘ વિચારક અને રાજ્યસભાના સાંસદ રાકેશ સિંહાએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ પાર્ટી એક તરફ મુસ્લિમ મહિલાઓના હિત સાથે જોડાયેલા ત્રણ તલાક બિલનો વિરોધ કરી રહી છે, અને કોંગ્રેસી નેતાઓ સદન બહાર હિન્દૂ દેવી દેવતાઓનું અપમાન કરી રહ્યા છે.
જોકે, વિવાદ વધતા કોંગ્રેસ સાંસદ દલવાઈએ હિન્દૂ સમુદાયના લોકોની માફી માંગી લીધી છે. એમણે કહ્યું કે ભગવાન રામ મુદ્દે કોઈની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગુ છું.
