Vadodara News: વડોદરા (Vadodara)માં રક્ષિત હિટ એન્ડ રન (Hit and Run)ની ઘટનાની પોલીસ તપાસમાં નવો ખુલાસો થયો છે. પોલીસે કારનો ડેટા મેળવવા માટે ફોક્સવેગન (Volkswagen) કંપનીની મદદ લીધી છે. કંપનીના ત્રણ સુરક્ષા અધિકારી (Security officer)ઓ પુણેથી વડોદરા આવ્યા હતા. કારનો ડેટા જર્મની (Germany) મોકલવામાં આવ્યો છે. ડેટા પર પ્રક્રિયા અને વિશ્લેષણ કરવામાં આવશે. અકસ્માત સમયે કારની ગતિ (Car speed), એરબેગ (Airbag) ક્યારે ખુલી, અકસ્માતનો સમય વગેરે જાણવા મળ્યું છે.
વડોદરા (Vadodara)ના કારેલીબાગ (Karelibag) વિસ્તારમાં આવેલા આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે રક્ષિત ચૌરસિયા (Rakshit Chaurasiya) પૂરપાટ ઝડપે કાર ચલાવી રહ્યો હતો અને અકસ્માત સર્જયો હતો, જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. આ સમય દરમિયાન કારની ગતિ કેટલી હતી, કારે બ્રેક લગાવી કે નહીં અને એરબેગ ક્યારે ખુલી, આ બધી માહિતી કારની ચિપમાં છે. ફોક્સવેગન કંપનીના પુણે પ્લાન્ટના 3 સેફ્ટી ઓફિસરોએ વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં આવેલા ફોક્સવેગન (Volkswagen) કાર શોરૂમમાં જઈને કારનું નિરીક્ષણ કર્યું અને તેમણે કારનો તમામ ડેટા લઈ લીધો છે. તેમણે કારનો આ ડેટા જર્મની મોકલ્યો હતો. હવે રક્ષિતની કારનો રિપોર્ટ જર્મનીથી આવ્યો છે.
પોલીસને આરોપી રક્ષિત ચૌરસિયા જે કાર ચલાવી રહ્યો હતો તેનો ડેટા મળી ગયો છે. પોલીસે મોકલેલા ડેટાની જાણ ફોક્સવેગન કંપની દ્વારા જર્મનીને કરવામાં આવી છે. જેમાં ખુલાસો થયો છે કે અકસ્માત સમયે રક્ષિતની કારની ગતિ 130 હતી. રક્ષિતે બ્રેક પણ લગાવી ન હતી; ઓટો બ્રેક લાગવાથી કાર બંધ પડી ગઈ હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કારનું ડોંગલ રક્ષિતના મોબાઇલ સાથે જોડાયેલું હતું. પુણે (Pune)ના સેફ્ટી ઓફિસરોએ ડાયગ્નોસ્ટિક લોગ લીધો હતો. જર્મનીમાં કરવામાં આવેલી એક તપાસમાં આ વાત સામે આવી છે.
‘નિકિતા’ નામને લઈ વડોદરા પોલીસે (Vadodara Police) ઊંડી તપાસ હાથ ધરી છે. હજું પણ નિકિતા નામની એ યુવતી કોણ છે તેનો ભેદ ઉકેલાયો નથી. કારના અકસ્માત બાદ રક્ષિત અનધર રાઉન્ડ (Another Round)નો પણ ઉલ્લેખ કરતા જોવા મળ્યો હતો. પોલીસે આ મામલે તપાસ કરી તો માલૂમ પડ્યું કે, આ એક 2020માં રિલીઝ થયેલી ડેનિશ ફિલ્મ છે. જેમાં 4 મિત્રો વૈજ્ઞાનિક પ્રયોગ કરી માદક પદાર્થોનો નશો કરી તેનું લેવલ કેવી રીતે જાળવી શકાય તેનો પ્રયોગ કરે છે. 0.05 ટકા લોહીમાં આલ્કોહોલ, હાર્ડ ડ્રિન્કનું પ્રમાણ જાળવવાથી કાર્યક્ષમતા સુધરે છે. આલ્કોહોલના આધારે શરીરમાં શું પરિવર્તન આવે છે તેનો અભ્યાસ કરે છે. મનૌવૈજ્ઞાનિક સ્તરે કેવી અસર થાય છે અને કાર્યક્ષમતામાં કેવો વધારો થાય છે તેના પર ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. હવે પોલીસ આરોપી રક્ષિત કેવી રીતે આ ફિલ્મની વિચારધારા સાથે જોડાયેલો હતો તે દિશામાંં તપાસ શરૂ કરી છે અને ‘નિકિતા’ નામની યુવતીની પણ શોધખોળ શરૂ કરી છે.
આ ઘટનામાં સંયુક્ત પોલીસ કમિશનર લીના પાટીલે કહ્યું છે કે અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે 3 લોકો ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત સમયે કારમાં બે લોકો હતા, જેમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે. બીજો ફરાર આરોપી મીત ચૌહાણ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. પોલીસે તેને પકડવા માટે તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં હેમાલીબેન પટેલનું મૃત્યુ થયું હતું. ધુળેટીની આગળની રાત્રે રંગ લેવા ગયા હતા ત્યારે હેમાલી પટેલનું અકસ્માતથી કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો:વડોદરામાં અકસ્માત સર્જનાર રક્ષિતકાંડમાં ફૂટતાં નવા ફણગાં
આ પણ વાંચો:કારની સાચી સ્પીડ જાણવા રક્ષિત ચોરસિયાનો ડેટા જર્મની મોકલાયો
આ પણ વાંચો:શરમજનક કૃત્ય કરીને હવે રક્ષિત ચૌરસિયા મોઢાની સર્જરી કરાવવા સયાજી હોસ્પિટલ પહોંચ્યો