ED Raid in Surendranagar : ગુજરાતના બહુચર્ચિત Surendranagar Land Scam (જમીન કૌભાંડ)માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તપાસનો ગાળિયો વધુ મજબૂત બનાવ્યો છે. તાજેતરની વિગતો મુજબ, આ કૌભાંડમાં EDની ટીમ ફરી એકવાર સુરેન્દ્રનગરમાં ધામા નાખી શકે છે. આ વખતે તપાસની આંચ સીધી અધિક કલેક્ટર કક્ષાના અધિકારીઓ સુધી પહોંચવાની શક્યતા છે, જે ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ફેલાવી રહી છે.
Surendranagar Land Scamમાં 25% સુધીનું કમિશન!
સામે આવેલી ચોંકાવનારી માહિતી મુજબ, Surendranagar Land Scam હેઠળ જમીન NA (બિનખેતી) કરાવવા માટે અધિક કલેક્ટર આર.કે. ઓજા પર 25% સુધીની લાંચ લેવાનો આરોપ છે. શંકાના આધારે ટૂંક સમયમાં તેમની ધરપકડ પણ થઈ શકે છે. આ ઉપરાંત, મયુર દવે નામના અધિકારી પણ દરેક ફાઈલ પર 10% લાંચ લેતા હોવાની આશંકા છે. આ કૌભાંડમાં તમામ ફાઈલો મયુર દવેના ટેબલ પરથી પસાર થઈને પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ પાસે જતી હતી.

સરકારી ગાડીઓમાં રાત્રે ફાઈલોનો ખેલ!
Surendranagar Land Scamમાં એવી પણ ચર્ચાઓ છે કે મોડી રાત્રે સરકારી ગાડીઓનો ઉપયોગ કરીને મહત્વની ફાઈલો બંગલા સુધી પહોંચાડવામાં આવતી હતી. 23 ડિસેમ્બર, 2025ના રોજ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના ઘરે પડેલા દરોડામાં ઘણી મહત્વની ફાઈલો અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી મળેલી 67.50 લાખની રોકડ રકમે આ કૌભાંડના મૂળ કેટલા ઊંડા છે તે સાબિત કરી દીધું છે.
સોલાર પ્લાન્ટ અને જમીન સંપાદનમાં પણ કૌભાંડની આશંકા!
ED હવે માત્ર NA ફાઈલો જ નહીં, પરંતુ સોલાર પ્લાન્ટ માટે થયેલા જમીન સંપાદનની પણ તપાસ કરી રહી છે. નળસરોવર, ધ્રાંગધ્રા, લખતર અને પાટડી વિસ્તારોમાં થયેલા જમીન વ્યવહારો હવે EDની રડારમાં છે. Surendranagar Land Scam માં અત્યાર સુધીમાં 100થી વધુ ફાઈલો જપ્ત કરવામાં આવી છે, જે આગામી દિવસોમાં મોટા માથાઓની ધરપકડ તરફ દોરી જઈ શકે છે.
