Not Set/ સાત રાજ્યોમાં તોફાન-વરસાદ,રાજસ્થાનામાં રેતીનું તોફાન, ૭૦ના મોત

જયપુર, દિલ્હી-એનસીઆર સહિત પૂર્વોત્તર ભારતમાં હવામાને પોતાનો મિજાજ બદલ્યો છે. આંધ્રપ્રદેશ બાદ હવે રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, પંજાબ, હરીયાણા અને હિમાચલપ્રદેશમાં ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે.  તેમજ આ રાજ્યોમાં  કૃષિ પાકોને પણ વ્યાપક નુકસાન થયુ છે. રાજસ્થાનમાં તોફાન અને વરસાદના પગલે ૨૨થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે ૧૦૦થી વધુ લોકો ઘાયલ […]

Top Stories

જયપુર,

દિલ્હી-એનસીઆર સહિત પૂર્વોત્તર ભારતમાં હવામાને પોતાનો મિજાજ બદલ્યો છે. આંધ્રપ્રદેશ બાદ હવે રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, પંજાબ, હરીયાણા અને હિમાચલપ્રદેશમાં ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે.  તેમજ આ રાજ્યોમાં  કૃષિ પાકોને પણ વ્યાપક નુકસાન થયુ છે. રાજસ્થાનમાં તોફાન અને વરસાદના પગલે ૨૨થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે.

દેશના સાત રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનના પગલે ૭૦થી વધુ લોકોના મોત થયાં છે.

ઉત્તરાખંડની આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થતાં યાત્રાળુઓને સોનપ્રયાગમાં જ રોકવામાં આવ્યા હતા.

રાજસ્થાનના અલવર,ભરતપુર અને ધોલપુર જીલ્લામાં બુધવારે મોડી સાંજે ભારે વાવાઝોડાના કારણે સેંકડો ઝાડ પડી ગયા હતા.રેતીના તોફાનામાં ભરતપુરમાં 9 લોકાના મોત થયાં હતા,જ્યારે અલવરમાં 3 લોકોના મોત થયાં હતા.રાજસ્થાનના જુનજુન જીલ્લામાં પણ ઘર પડી જતાં 2ના મોત થયાં હતા. કરૌલીમાં પણ બિલ્ડીંગ પડવાને કારણે બે મહિલાઓ અને ત્રણ બાળકો ઇજાગ્રસ્ત થયાં હતા.

આ પહેલા બુધવારે આંધ્રપ્રદેશમાં ભારે વરસાદના પગલે ૧૮ લોકોના મોત થયા હતા, તેમજ પાંચ લોકો હજી લાપતા છે. આ ઉપરાંત  પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાની અને દિવાલ પડવાની બે અલગ અલગ ઘટનામાં ૪ લોકોના મોત થયા છે. તેમજ બે લોકો ઘાયલ થયા છે. આ વાવાઝોડા અને વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. અનેક વિસ્તારમાં પાકને વ્યાપક નુકશાન થયુ છે. આ ઉપરાંત માર્કેટયાર્ડ અને ખેતરોમાં રાખવામાં આવેલ અનાજ પણ પલળ્યા છે.

દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં ધૂળની આંધી જાવા મળી હતી. જેના પગલે દિવસે રસ્તાઓની લાઈટો શરુ કરવી પડી હતી. એકબાજુ રસ્તાના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે.  બીજીબાજુ ભારે વરસાદથી જાનમાલને નુકશાન થઈ રહ્યુ છે. રાજસ્થાનના ભરતપુરમાં ૮, ધોલાપુરમાં ૬, અલવરમાં ૫ લોકોના મોત થયા છે.