Rajkot News/ રીબડાના યુવકના આપઘાત મામલે રાજકારણ ગરમાયું, અનિરૂદ્ધસિંહ જાડેજા પર ગંભીર આક્ષેપ

મૃતક પર દુષ્કર્મનો આરોપ લગાડવાનું કાવતરૂં અનિરૂદ્ધસિંહ જાડેજાનું છે. 

Top Stories Gujarat Rajkot

Rajkot News: રાજકોટ(Rajkot)માં રીબડામાં સગીરા પર દુષ્કર્મ (Rape)ના આરોપ બાદ અમિત દામજીભાઈ ખૂંટ નામના યુવકે ગળેફાંસો ખાધો બાદ એક બાદ એક ખુલાસા થઈ રહ્યાં છે. પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક અમિત ખૂંટ જયરાજસિંહ જાડેજાનો સમર્થક હતો. રીબડાનાં ગોવિંદ સગપરિયાએ અનિરૂદ્ધસિંહ જાડેજાએ મૃતકને આપઘાત (Suicide) કરવા મજબૂર કર્યો હોવાના આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે.

રાજકોટ (Rajkot)માં સાવરકુંડલા (Savarkundla)ની 17 વર્ષીય સગીરા (Minor Girl) સાથે રીબડાના અમિત દામજીભાઈ ખુંટ નામના યુવકે સગીરાને મિત્રતા કેળવી અવારનવાર મળતા હતા. મોડેલિંગ કરતી સગીરાને કેફી પીણું પીવડાવી અવાવરૂં જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ (Rape) આચર્યુ હતું. યુવકે ગોંડલ ચોકડી નજીક સગીરા સાથે દુષ્કર્મ કર્યું હોવાનો આક્ષેપ કરાયો છે. ભાનમાં આવ્યા બાદ ભોગ બનનારે બહેનને બોલાવી હતી. પોલીસ દ્વારા સગીરાની મેડિકલ તપાસ સહિતની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.

અનુસંધાને રીબડાના અમિત દામજીભાઈ ખૂંટ નામના યુવકે દુષ્કર્મના આરોપ (Allegation of Rape)થી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સગીરા પર બળાત્કારનો આરોપ લાગતાં પોલીસ તપાસ પહેલા જ મૃતકે પોતાની વાડીએ ગળાફાંસો ખાઇને કરી આત્મહત્યા (Suicide) કરી રહી છે. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.  બીજી બાજુ ગોંડલ (Gondal) સિવિલ હોસ્પિટલ ખાતે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અલ્પેશ ઢોલરીયા, અશોક પીપળીયા, જ્યોતિરાદિત્યસિંહ જાડેજા સહિતના અનેક લોકો સાથે લોકોના ટોળા ઉમટી પડ્યા છે. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાયો છે.

ત્યારે એવું જાણવા મળ્યું છે કે મૃતક અમિત ખૂંટ જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja)નો સમર્થક હતો. રીબડાનાં ગોવિંદ સગપરિયાએ અનિરૂદ્ધસિંહ જાડેજાએ મૃતકને આપઘાત કરવા મજબૂર કર્યો હોવાના આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે. આપઘાત બાદ જયરાજસિંહ જાડેજાએ મતકના પરિવારને મળીને સાંત્વના આપી હતી. ઉપરાંત, રીબડાનાં ગોવિંદભાઈ સગપરિયાએ અનિરૂદ્ધસિંહ જાડેજા પર ગંભીર આરોપ મૂક્યો છે. સગપરિયાએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે, અનિરૂદ્ધસિંહ જાડેજા (Aniruddhsinh Jadeja)એ અમિત ખૂંટને આપઘાત કરવા મજબૂર કરી દીધો હતો. તેના માનસિક ત્રાસથી અમિત ખૂંટે જીવન ટૂંકાવ્યું છે. મૃતક પર દુષ્કર્મનો આરોપ લગાડવાનું કાવતરૂં અનિરૂદ્ધસિંહ જાડેજાનું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં મોડેલિંગ કરતી 17 વર્ષની સગીરા સાથે યુવકે દુષ્કર્મ આચર્યાનો આરોપ

આ પણ વાંચો:ગોંડલમાં રીબડાના અમિત ખૂંટ નામના યુવકે કરી આત્મહત્યા, દુષ્કર્મનો ગંભીર આરોપ

આ પણ વાંચો:નવસારીમાં ભાજપના કાર્યકરે આદિવાસી યુવતીને ફોસલાવી દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ, એટ્રોસિટીની પણ ફરિયાદ