Delhi News/ મુઘલ વંશજ સુલ્તાના બેગમના દાવાને સુપ્રિમે ગણાવ્યો ‘વાહિયાત’, લાલ કિલ્લા પર કબજાની અરજી ફગાવી

મુઘલ બાદશાહની વંશજ સુલ્તાના બેગમની લાલ કિલ્લા પર કબજાની અરજી સુપ્રિમ કોર્ટમાં રદ કરવામાં આવી છે.

India

Delhi news સુપ્રિમ કોર્ટ દ્વારા મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર (દ્વિતીય)ના પરપૌત્રની વિધવા સુલ્તાના બેગમની દાખલ કરાયેલી અરજીને રદ કરી નાખી છે. સુલ્તાના બેગમે પોતાની અરજીમાં પોતાની જાતને મુઘલ બાદશાહનો કાનૂની ઉત્તરાધિકારી જણાવને દિલ્હીના લાલ કિલ્લા પર પોતાના કબ્જાની માંગણી કરી હતી. ત્યારે મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની અધ્યક્ષતાની બેન્ચે આ અરજીને “વાહિયાત” ગણાવી હતી.

આ પહેલા પણ સુલ્તાના બેગમની અરજીને દિલ્હી હાઈકોર્ટ રદ કરી ચૂક્યું છે. હાઈકોર્ટના નિર્ણયને સુલ્તાના બેગમે સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો.ચિફ જસ્ટીસ સંજીવ ખન્નાની અધ્યક્ષતા હેઠળની બેન્ચે આ અરજીને તરત જ રદ કરી હતી અને કહ્યું કે, આ સંપૂર્ણ બકવાસ યાચિકા છે. તેની સુનવણી પણ કરવા લાયક નથી. સુલ્તાના બેગમ કોલકાતામાં હાવડા પાસે રહે છે. તેણે પહેલી વાર વર્ષ 2021માં હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેણે આશા હતી કે, સરકાર તેની વાત પર ધ્યાન દેશે નહી તો કોઈ આર્થિક મદદ પણ કરી દેશે. પરંતુ એવું નહોતું થયું.

દિલ્હી હાઈકોર્ટે આ મામલે દાખલ અરજી દાખલ કરવામાં 164 વર્ષથી વધારે મોડું કર્યો હોવાનો હવાલો આપતા, તેમણે આ અરજીને રદ કરી હતી. જ્યારે સુપ્રિમ કોર્ટે આ મામલે સાંભળ્યું તો તેણે આ અરજીને રદ કરી નાખી હતી અને કહ્યું કે, લાલ કિલ્લો જ કેમ, ફતેહપુર સિકરી કેમ નહી, તેને કેમ છોડી દીધું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાકિસ્તાન ભારતની તૈયારીઓથી ગભરાઈ ગયું, રાત્રે મોટા નિર્ણયો લેવા લાગ્યા

આ પણ વાંચો:રાજસ્થાનના કોટામાં NEET ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી, આજે દેશભરમાં આ પરીક્ષાનું આયોજન

 આ પણ વાંચો:અમૃતસરમાં બે જાસૂસોની ધરપકડ, પાકિસ્તાનને સેનાની ગુપ્ત માહિતી લીક કરી રહ્યા હતા