Not Set/ એવું તો શું થયું કે ૧૭.૫૦ લાખનો ઘોડો કાળા કલરમાંથી સફેદ થઇ ગયો…

પંજાબના ફરીદકોટમાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. કરણવીર ઇન્દ્ર સિંહ નામના વ્યક્તિએ કાળા કલરના ઘોડાની ખરીદી કરી હતી, જે ઘોડો કાળો નહી પરંતુ સફેદ નીકળ્યો હતો. તમને જણાવી દઈએ કે આ વ્યક્તિએ જેમની પાસેથી ઘોડો ખરીદ્યો હતો તેને ઘોડાને કાળા કલરની ડાય કરી દીધી હતી જે સમય જતા જતી રહેતા હકીકત સામે આવી હતી. […]

Top Stories India Trending

પંજાબના ફરીદકોટમાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે.

કરણવીર ઇન્દ્ર સિંહ નામના વ્યક્તિએ કાળા કલરના ઘોડાની ખરીદી કરી હતી, જે ઘોડો કાળો નહી પરંતુ સફેદ નીકળ્યો હતો.

તમને જણાવી દઈએ કે આ વ્યક્તિએ જેમની પાસેથી ઘોડો ખરીદ્યો હતો તેને ઘોડાને કાળા કલરની ડાય કરી દીધી હતી જે સમય જતા જતી રહેતા હકીકત સામે આવી હતી.

આ મામલે કરણવીર સિંહે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તેમણે કહ્યું હતું કે  આરોપીએ તેમને એક કાળા કલરનો ઘોડો બતાવ્યો હતો. જેની કિંમત રૂ. 24  લાખ લગાવવામાં આવી હતી પરંતુ થોડી રકજક બાદમાં આ સોદો 17.50 લાખ રૂપિયામાં નક્કી થયો હતો.

કાળો કલર ડાયનો હોવાના લીધે થોડા દિવસ પછી તેનો કલર જતો રહેતા સફેદ ડાઘ દેખાવા લાગ્યા હતા.

છેતરપીંડી મામલે તેણે આરોપી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

કરણવીર સિંહ ઘોડાના ઘણા શોખીન છે તેઓ અવારનવાર ઘોડા ખરીદતા હોય છે. ૧૭.૫૦ લાખ રૂપિયા આપીને તેમની સાથે છેતરપીંડી થઇ છે તેમ જણાવ્યું હતું. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.