પીઢ શિક્ષક પદ્મશ્રી નંદા કિશોર પ્રુસ્ટીનું મંગળવારે એટલે કે 7 ડિસેમ્બરે એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ 104 વર્ષના હતા. લોકો તેમને પ્રેમથી નંદા સરના નામથી બોલાવતા હતા.
કૌટુંબિક સૂત્રોએ જણાવ્યું હતું કે તેમનું બપોરે 1.30 વાગ્યે મૃત્યુ થયું હતું. ઓડિશાના જાજપુર જિલ્લાના સુકિંદા પોલીસ સીમા હેઠળના કાંતિરા ગામની વતની પ્રુસ્ટીને બિમારીની ફરિયાદ બાદ 28 નવેમ્બરે સૌપ્રથમ સુકિંદા સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા.
29 નવેમ્બરના રોજ જિલ્લા મુખ્યાલય હોસ્પિટલ (DHH)માં ખસેડવામાં આવ્યા હતા. ત્યારપછી તેમની સ્થિતિ પ્રમાણે તેમને ટાટા સ્ટીલ મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રુસ્ટીને 9 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી શિક્ષણના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કાર મળ્યો હતો. તેમણે તેમના જીવનના કેટલાક દાયકાઓ જાજપુર જિલ્લામાં બાળકો અને પુખ્ત વયના લોકોને મફત શિક્ષણ આપવામાં વિતાવ્યા હતા. નંદા સર જેઓ તેમના પરિવારની આર્થિક અસ્થિરતાને કારણે માત્ર 7મા ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યા હતા, તેઓ તેમના ગામમાંથી નિરક્ષરતા નાબૂદ કરવાના ઉદ્દેશ્ય સાથે બાળકોને મફતમાં ભણાવતા હતા.
નંદા સાહેબે અત્યાર સુધી ચટશાલીની પરંપરા જાળવી રાખી હતી. આમ કરનારા તે છેલ્લો વ્યક્તિ હતા. ચટશાલી પરંપરા ઓડિશામાં પ્રાથમિક શિક્ષણ માટેની બિન-ઔપચારિક શાળાનો સંદર્ભ આપે છે. રોજ સવારે બાળકો તેમના ઘર પાસે ભેગા થતા હતા. વૃદ્ધ નંદકિશોર આ બાળકોને ઓડિયા મૂળાક્ષરો અને ગણિત શીખવતા હતા.
તેમના નિધનના સમાચાર સાંભળી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.
Pained by the demise of Shri Nanda Prusty Ji. The much respected “Nanda Sir” will be remembered for generations due to his efforts to spread the joys of education in Odisha. He drew the nation’s attention and affection a few weeks ago at the Padma Awards ceremony. Om Shanti. pic.twitter.com/VUpyPWP9FP
— Narendra Modi (@narendramodi) December 7, 2021
ગૃહમંત્રી અમિત શાહે પણ તેમના નિધનના સમાચાર સાંભળી ટ્વીટ કર્યું હતું અને સંવેદનાઓ વ્યક્ત કરી હતી.
Deeply saddened by the demise of Nanda Kishore Prusty Ji. He was recently conferred with the Padma Shri for his pioneer contribution towards providing free education to the children in Odisha. Nation will always remember this noble soul for his selfless service. Om Shanti Shanti pic.twitter.com/w5DOKYydic
— Amit Shah (@AmitShah) December 7, 2021
