india news/ નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે એકતાનગર (કેવડિયા) ની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબરના રોજ ગુજરાત અને દિલ્હીની મુલાકાત લેશે. તેઓ એકતા નગરમાં 800 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે.

India
Modi will inaugurate projects worth crores

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 અને 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે એકતાનગર (કેવડિયા)ની મુલાકાત લેશે.  તેમની મુલાકાત દરમિયાન, તેઓ એકતા નગર (કેવડિયા) માં અનેક મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે, તેમજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. ત્યારબાદ, પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય આર્યન સમિટ 2025 ને સંબોધિત કરશે.

800 કરોડના વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
બે દિવસના આ રોકાણ દરમિયાન વડાપ્રધાનના હસ્તે કુલ ₹ 800 કરોડના વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેનાથી સ્ટેચ્યૂ ઑફ યુનિટી વિસ્તારમાં 16 જેટલા નવા આકર્ષણો અને સુવિધાઓ ઉમેરાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે એકતા નગર વિસ્તારમાં 16 જેટલા નવા પ્રોજેક્ટ અને નવી સુવિધાઓના લોકાર્પણ કરવામાં આવશે. 282.52 કરોડના લોકાર્પણ અને 681.55 કરોડના ખર્ચે નિર્માણ થનારા નવા પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન પણ કરાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પીએમ મોદી મત માટે સ્ટેજ પર નાચી પણ શકે છે,રાહુલ ગાંધીનું વિવાદાસ્પદ નિવેદન

આ પણ વાંચો: SIR ના બીજા તબક્કાનું એલાન,ચૂંટણી પંચે જાહેર કરી તારીખો

આ પણ વાંચો: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના ગૃહ જિલ્લા નાલંદામાં ચૂંટણી રેલી કરશે