Ahmedabad News: ફિલ્મ પ્રમોશનના નામે જાહેર રસ્તા પર જીવલેણ સ્ટંટ કરવાની ઘટનાએ અમદાવાદને હચમચાવી દીધું છે. સાયન્સ સિટી રોડ પર બાઈક પર ખતરનાક સ્ટંટ કરતા એક્ટર્સ માનસી પારેખ અને ટીકુ તલસાણીયાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટના પર પોલીસે પણ સખ્તાઈ દાખવી છે અને સ્ટંટમાં સામેલ તમામ કલાકારો સામે FIR નોંધવાની તૈયારી કરી છે.
UPDATE: સ્ટંટ કરનાર સ્ટાર નિવેદન માટે પોલિસ ટેશન પહોચ્યા
વાયરલ વિડીયોમાં શું દેખાયું?
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, સાયન્સ સિટી રોડના વ્યસ્ત વિસ્તારમાં એક બાઈક પર એક્ટર્સ ટીકુ તલસાણીયા અને માનસી પારેખ ખતરનાક રીતે સ્ટંટ કરી રહ્યા છે. બાઈકને એક જ વ્હીલ પર ઊભી કરીને ઝડપથી દોડાવવામાં આવી હતી, જેની આસપાસ અન્ય વાહનો પણ પસાર થઈ રહ્યા હતા. આ સ્ટંટ દરમિયાન રોડ પરના અન્ય વાહનચાલકોને જીવનું જોખમ ઊભું થયું હતું. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે, આ સ્ટંટ ફિલ્મ પ્રમોશનના ભાગરૂપે કરવામાં આવ્યા હતા.
લોકોનો રોષ અને પોલીસની કાર્યવાહી
આ વિડીયો વાયરલ થતાં જ લોકોએ સોશિયલ મીડિયા પર આકરા પ્રતિભાવો આપ્યા. ઘણાએ આને “જાહેર સુરક્ષા સાથે ખેલ” ગણાવ્યો. એક યુઝરે લખ્યું, “ફિલ્મ પ્રમોશનના નામે જીવ જોખમમાં મૂકવો એ કાયદાનો મજાક છે!”આ ઘટનાની ગંભીરતા સમજીને અમદાવાદ ટ્રાફિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે. પોલીસે જણાવ્યું કે, “સ્ટંટ કરનાર તમામ વ્યક્તિઓ સામે IPCની કલમ 279 (બેદરકારીથી વાહન ચલાવવું), 336 (અન્યના જીવને જોખમમાં મૂકવું) અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ FIR નોંધવામાં આવશે.” માનસી પારેખ અને ટીકુ તલસાણીયા સહિત સ્ટંટમાં સામેલ અન્ય કલાકારોને પોલીસ સ્ટેશને તેડું મોકલવામાં આવ્યું છે.
પોલીસ ક્યાં હતી?
સવાલો ઊભાસ્ટંટ દરમિયાન રોડ પર ટ્રાફિક પોલીસની હાજરી ન હોવાને કારણે પણ સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, “આટલા વ્યસ્ત રોડ પર આવા સ્ટંટ થઈ રહ્યા હતા અને પોલીસની આંખ સામે જ બધું થયું, તો પછી તુરંત કાર્યવાહી કેમ ન થઈ?” ટ્રાફિક પોલીસના અધિકારીએ જણાવ્યું કે, “ઘટનાની તપાસ ચાલુ છે અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”
ફિલ્મ પ્રમોશન કે જીવનું જોખમ?આ ઘટના ફિલ્મ પ્રમોશનની હદ વટાવી ગઈ હોવાનું માનવામાં આવે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રમોશન માટે નવા નવા આઈડિયા આવે છે, પરંતુ જાહેર સુરક્ષાને જોખમમાં મૂકીને કરવામાં આવતા આવા સ્ટંટ ક્યાં સુધી ચાલશે? આ ઘટનાએ ફરી એક વાર સવાલ ઊભા કર્યા છે કે, પ્રમોશનના નામે કાયદાનો મજાક કરવો કેટલો યોગ્ય છે?
આ પણ વાંચો:102 માળની બિલ્ડીંગની ટોચ પર ઉભો હતો આ વ્યક્તિ, તેના જીવલેણ સ્ટંટનું કારણ જાણીને ચોંકી જશો
આ પણ વાંચો:હાઈવે પર 35 સેકન્ડનો ખતરનાક સ્ટંટ વીડિયો વાયરલ થતાં જ પોલીસે બહાર પાડ્યું 55 હજાર રૂપિયાનું ચલણ
આ પણ વાંચો:વિશ્વના સૌથી નાના હેલિપેડ પર પહેલી વખત પ્લેનનું લેન્ડિંગ, સ્ટંટ જોઈ બધા રહી જશે દંગ
