Not Set/ ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે વિપક્ષના છ ધારાસભ્યો ભાજપમાં જોડાયા

ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે વિપક્ષના છ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હોવાનાં સમાચાર સાથે રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવામાં આવી રહ્યો છે. ઝારખંડ મુક્તિ મોરચા, નવ જવાન સંઘર્ષ મોરચા અને કોંગ્રેસના ધારાસભ્યો રાંચીમાં ભાજપમાં જોડાયા છે.  ઝારખંડનાં મુખ્ય પ્રધાન રઘુબરદાસની હાજરીમાં નવા સભ્યો પક્ષમાં જોડાયા છે. આગામી દિવસોમાં રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે બુધવારે રાંચીમાં મુખ્યમંત્રી રઘુબરદાસની હાજરીમાં વિરોધી […]

Top Stories India

ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે વિપક્ષના છ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હોવાનાં સમાચાર સાથે રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવામાં આવી રહ્યો છે. ઝારખંડ મુક્તિ મોરચા, નવ જવાન સંઘર્ષ મોરચા અને કોંગ્રેસના ધારાસભ્યો રાંચીમાં ભાજપમાં જોડાયા છે. 

ઝારખંડનાં મુખ્ય પ્રધાન રઘુબરદાસની હાજરીમાં નવા સભ્યો પક્ષમાં જોડાયા છે. આગામી દિવસોમાં રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે બુધવારે રાંચીમાં મુખ્યમંત્રી રઘુબરદાસની હાજરીમાં વિરોધી પક્ષોના છ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા.

છમાંથી બહારાગોરાના ધારાસભ્ય કુણાલ સારંગી, માંડુના ધારાસભ્ય જે.પી.ભાઇ પટેલ અને બિશુનપુરના ધારાસભ્ય ચામરા લિંડા ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)નાં છે. નવા જવાન સંઘર્ષ મોરચાના ભવનાથપુરના ધારાસભ્ય ભાનુ પ્રતાપ શાહી, અને કોંગ્રેસમાંથી લહરદગાના ધારાસભ્ય સુખદેવ ભગત અને બારીના ધારાસભ્ય મનોજ યાદવ પણ ભાજપમાં જોડાયા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.