Junagadh News/ ઢોલકના તાલે દુનિયા ડોલાવનાર જૂનાગઢના ‘હાજી રમકડું’ને પદ્મશ્રી, પ્રાણલાલ વ્યાસ સાથેની યાદો કરી તાજી

જૂનાગઢના જાણીતા ઢોલક વાદક હાજી રમકડું (Haji Ramkadun) ને પદ્મશ્રી એવોર્ડની જાહેરાત. પ્રાણલાલ વ્યાસ સાથેની યાદો અને પીએમ મોદીના હસ્તે એવોર્ડ મેળવવાની ઈચ્છા વિશે વાંચો ખાસ સ્ટોરી.

Top Stories Gujarat Others Uncategorized
Haji Ramkadun

Haji Ramkadun Padma Shri 2026: લોક સંગીત અને ઢોલકના તાલે દુનિયાને ડોલાવનાર જૂનાગઢના ખ્યાતનામ કલાકાર હાજી રમકડું માટે આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા તેમને પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સમાચાર મળતા જ જૂનાગઢ સહિત સમગ્ર કલા જગતમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

પ્રાણલાલ વ્યાસ અને દિવાળીબેન ભીલ સાથેના જૂના દિવસો કર્યા યાદ

પદ્મશ્રીની જાહેરાત બાદ હાજી રમકડું ભાવુક થયા હતા અને તેમણે પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસો યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, તેઓ સુપ્રસિદ્ધ કલાકાર પ્રાણલાલ વ્યાસ અને દિવાળીબેન ભીલ સાથે વણઝારી ચોકમાં નવરાત્રીમાં ઢોલક વગાડવા જતા હતા. તેમણે કૃતજ્ઞતા સાથે ઉમેર્યું કે, “પ્રાણલાલ વ્યાસે મારા પરિવારનું હંમેશા ખૂબ ધ્યાન રાખ્યું છે.”

ગૌશાળા માટે અનેક ડાયરાઓમાં વગાડ્યું છે ઢોલક

હાજી રમકડું માત્ર એક કલાકાર જ નહીં, પણ એક સેવાભાવી વ્યક્તિત્વ પણ ધરાવે છે. તેમણે ગૌશાળાના લાભાર્થે યોજાતા અનેક ડાયરાઓમાં પ્રાણલાલ વ્યાસ તેમજ અન્ય નામાંકિત કલાકારો સાથે નિઃસ્વાર્થ ભાવે ઢોલક વગાડીને ગૌસેવામાં પોતાનું યોગદાન આપ્યું છે.

Haji Ramkadun

PM મોદીના હસ્તે એવોર્ડ મેળવવાની તમન્ના પૂર્ણ થઈ: હાજી રમકડું (Haji Ramkadun)

એવોર્ડની જાહેરાત પર ખુશી વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે, “મારી વર્ષોથી તમન્ના હતી કે મને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એવોર્ડ મળે, અને આજે મારી એ ઈચ્છા પૂર્ણ થઈ છે.” કેન્દ્ર સરકારના આ નિર્ણયથી એક સાચા કલાકારની કલાની કદર થઈ છે.

ધારાસભ્યએ નિવાસસ્થાને જઈને કર્યા હારતોરા

આ ગૌરવપૂર્ણ અવસરે જૂનાગઢના ધારાસભ્ય હાજી રમકડુંના નિવાસસ્થાને દોડી ગયા હતા. તેમણે હાજી રમકડુંને હારતોરા કરી, મીઠાઈ ખવડાવીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે તેમણે હાજી રમકડું જેવા પાયાના કલાકારની પસંદગી કરવા બદલ કેન્દ્ર સરકારનો પણ આભાર માન્યો હતો.

 


આ પણ વાંચો: પદ્મશ્રી મથુર સવાણીની મોટી પહેલ, પાટીદાર સમાજમાં ‘સામાજિક બંધારણ’ ઘડવા માંગ્યો જનમત

આ પણ વાંચો: ગુજરાતના પ્રખ્યાત લોકસાહિત્યકાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું દુ:ખદ નિધન

આ પણ વાંચો: પદ્મશ્રી હેમચંદ્રએ એવોર્ડ પરત કરવાની કરી જાહેરાત