Commitment Phobia: સ્વાઈપ કલ્ચર અને સંબંધોનો ડર શું તમારો ફોન ડેટિંગ એપ્સથી ભરેલો છે પણ કોઈ પણ સંબંધ 3 મહિનાથી વધુ ટકતો નથી? અથવા તમે કોઈની સાથે હોવા છતાં મનથી ત્યાં નથી હોતા?
આજના ‘સ્વાઈપ કલ્ચર’ (Swipe Culture) ના જમાનામાં જ્યાં વિકલ્પોની કમી નથી, ત્યાં યુવા પેઢી (Gen Z) માટે કોઈ એક વ્યક્તિ સાથે જોડાઈ રહેવું મુશ્કેલ બની ગયું છે. જ્યારે પાર્ટનર ‘લગ્ન’ કે ‘ફ્યુચર પ્લાનિંગ’ની વાત કરે ત્યારે જો તમને પરસેવો વળવા લાગે, તો તમે એકલા નથી.
આને મનોવિજ્ઞાનની ભાષામાં ‘કમિટમેન્ટ ફોબિયા’ (Commitment Phobia) કહેવાય છે. ચાલો સમજીએ કે આજના યુવાનો કમિટમેન્ટથી કેમ ડરે છે અને તેનો સામનો કેવી રીતે કરવો.
કમિટમેન્ટ ફોબિયાના લક્ષણો (Commitment)
તમને કમિટમેન્ટ (Commitment) નો ડર છે કે નહીં તે આ સંકેતો પરથી જાણી શકાય છે:
ઝડપથી કંટાળો આવવો: થોડા સમય પછી તમને પાર્ટનર બોરિંગ લાગવા માંડે છે અને તમે નવા પાર્ટનરની શોધ શરૂ કરી દો છો.
ફ્યુચરની વાત પર એન્ઝાઈટી: જ્યારે પાર્ટનર સાથે રહેવાની કે લગ્નની (Commitment) વાત કરે ત્યારે તમે બેચેન થઈ જાઓ છો અને વાત બદલી નાખો છો.
ઈમોશનલ અંતર:
તમે શારીરિક રીતે સાથે હોવ છો, પણ તમારી લાગણીઓ કે સિક્રેટ્સ પાર્ટનર સાથે શેર કરતા નથી.
બહાના શોધવા: સંબંધ તોડવા માટે તમે જાણી જોઈને નાની-નાની વાતો પર ઝઘડા શરૂ કરો છો.
વધુ સારાની શોધ: તમને હંમેશા એવું લાગે છે કે “આનાથી સારી વ્યક્તિ મને મળી શકે છે” (Grass is always greener syndrome).
યુવાનો કેમ ડરે છે? (The Causes)
આ ડર પાછળ કેટલાક મનોવૈજ્ઞાનિક અને સામાજિક કારણો જવાબદાર છે:
સ્વતંત્રતા ગુમાવવાનો ડર: Gen Z ને પોતાની ફ્રીડમ ખૂબ વહાલી છે. તેમને લાગે છે કે સીરિયસ રિલેશનશિપમાં બંધાવાથી તેમની આઝાદી છીનવાઈ જશે.
બાળપણના કડવા અનુભવો: જો કોઈએ બાળપણમાં પોતાના માતા-પિતાના ઝઘડા કે ડિવોર્સ જોયા હોય, તો તેમના મનમાં સંબંધો પ્રત્યે ડર ઘર કરી જાય છે.
પરફેક્શનની શોધ: સોશિયલ મીડિયા પર બીજાના ‘પરફેક્ટ કપલ’ ફોટા જોઈને યુવાનો પોતાના સંબંધોની તુલના કરે છે. વાસ્તવિક જીવનમાં જ્યારે સંબંધો 100% પરફેક્ટ નથી હોતા, ત્યારે તેઓ હાર માની લે છે.
ખોટી પસંદગીનો ડર: “જો હું આ વ્યક્તિ સાથે જોડાઈ જઈશ અને પછી પસ્તાવું પડશે તો?” – આ વિચાર તેમને નિર્ણય લેતા અટકાવે છે.
ડરનો સામનો કેવી રીતે કરવો? (Solutions)
કમિટમેન્ટ (Commitment) ફોબિયા દૂર કરવો અઘરો છે પણ અશક્ય નથી.
પોતાને ઓળખો: પહેલા શાંતિથી વિચારો કે તમને ડર શેનો છે? જવાબદારીનો કે દિલ તૂટવાનો? કારણ જાણશો તો ઉકેલ મળશે.
ખુલીને વાત કરો:
તમારા ડર વિશે પાર્ટનર સાથે વાત કરો. તેમને કહો કે તમને સમય જોઈએ છે. કમ્યુનિકેશન (communication) થી અડધી સમસ્યા હલ થઈ જશે.
નાના સ્ટેપ્સ લો: સીધા લગ્નની વાત કરવાને બદલે, વિકેન્ડ ટ્રિપ પર જવું કે સાથે કોઈ હોબી ક્લાસ જોઈન કરવા જેવા નાના કમિટમેન્ટ્સથી શરૂઆત કરો.
પરફેક્શન ભૂલી જાઓ: યાદ રાખો, કોઈ સંબંધ પરફેક્ટ (Perfect) નથી હોતો. જેવા છો તેવા જ એકબીજાને સ્વીકારતા શીખો.
સંબંધ બાંધવો અને નિભાવવો એક કળા છે. કમિટમેન્ટ (Commitment) તમને બંધન નથી આપતું, પણ એક સુરક્ષા અને માનસિક શાંતિ આપે છે. ભાગવાને બદલે તેનો સામનો કરો.
આ પણ વાંચો: બેડરૂમમાં પુરુષોની આ 6 ભૂલો બગાડી નાખે છે સ્ત્રીઓનો મૂડ! જો તમે પણ આવું કરતા હોવ તો આજે જ ચેતી જજો
આ પણ વાંચો: શું કામનું ટેન્શન બેડરૂમ સુધી પહોંચી ગયું છે? તો ટ્રાય કરો આ 5 પોઝિશન્સ, તણાવ થશે ગાયબ અને વધશે પ્રેમ
આ પણ વાંચો: થાક ઉતારવા માટે સેક્સ છે બેસ્ટ દવા! જાણો પાર્ટનરને કેવી રીતે મૂડમાં લાવવા?





