National News/ CCPAની મોટી કાર્યવાહી: Chaayos, Barbeque Nation સહિત 41 રેસ્ટોરન્ટ્સ સામે એક્શન, ડિફોલ્ટ સર્વિસ ચાર્જ વસૂલવા બદલ દંડ

CCPA Action: CCPAએ ગ્રાહકોની મંજૂરી વિના સર્વિસ ચાર્જ વસૂલતા Chaayos સહિત 41 રેસ્ટોરન્ટ્સ સામે કાર્યવાહી કરી. સર્વિસ ચાર્જ વૈકલ્પિક હોવાનું ફરી સ્પષ્ટ કરાયું.

NATIONAL Trending
CCPA Action: સર્વિસ ચાર્જ પર મોટો એક્શન

National News: ગ્રાહકોના બિલમાં તેમની સ્પષ્ટ સંમતિ (CCPA Action) વિના આપમેળે સર્વિસ ચાર્જ ઉમેરવાની પ્રથાને લઈને સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ દેશભરના 41 રેસ્ટોરન્ટ્સ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી સ્વયંપ્રેરિત (Suo Motu) રીતે શરૂ કરવામાં આવી હતી. Chaayos, Barbeque Nation અને L’Opéra French Bakery સહિત અનેક જાણીતી રેસ્ટોરન્ટ ચેઇન્સ પર દંડ ફટકારવામાં આવ્યો છે.

ગ્રાહકોની ફરિયાદ બાદ કાર્યવાહી

કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર માહિતી આપી હતી કે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન (NCH)ને મોટી સંખ્યામાં એવી ફરિયાદો મળી હતી જેમાં ગ્રાહકોના બિલમાં તેમની મંજૂરી વિના ડિફોલ્ટ સર્વિસ ચાર્જ ઉમેરવામાં આવ્યો હતો.

આ ફરિયાદોના આધારે CCPAએ તપાસ શરૂ (CCPA Action) કરી હતી અને અનેક રેસ્ટોરન્ટ્સ ગ્રાહક અધિકારોનું ઉલ્લંઘન કરતી હોવાનું સામે આવ્યું હતું.

માર્ગદર્શિકાનું ઉલ્લંઘન ગણાયું

CCPAએ જણાવ્યું કે ગ્રાહકોની સંમતિ વિના ફરજિયાત સર્વિસ ચાર્જ વસૂલવો ‘અયોગ્ય વેપાર પ્રથા (Unfair Trade Practice)’ છે. આ કાર્યવાહી ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019ની કલમ 2(47) હેઠળ કરવામાં આવી છે.ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું કે આવી વસૂલાત 4 જુલાઈ, 2022ના રોજ જાહેર કરાયેલી સર્વિસ ચાર્જ સંબંધિત માર્ગદર્શિકાનું પણ ઉલ્લંઘન કરે છે.

દિલ્હી હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

CCPAએ જણાવ્યું કે 28 માર્ચ, 2025ના રોજ National Restaurant Association of India vs Union of India કેસમાં દિલ્હી હાઈકોર્ટે પણ CCPAની માર્ગદર્શિકાને યોગ્ય ઠેરવી હતી.હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે ગ્રાહકો પર ફરજિયાત સર્વિસ ચાર્જ લાદી શકાય નહીં, તમામ હોટેલ અને રેસ્ટોરન્ટ્સ માટે CCPAની માર્ગદર્શિકાનું (CCPA Action) પાલન કરવું ફરજિયાત છે, નિયમોના ભંગ બદલ CCPA કાર્યવાહી કરી શકે છે, સર્વિસ ચાર્જ અંગે CCPAની મુખ્ય માર્ગદર્શિકા

CCPAની માર્ગદર્શિકા મુજબ:

  • કોઈપણ હોટેલ અથવા રેસ્ટોરન્ટ(Service Charge Guidelines) બિલમાં આપમેળે સર્વિસ ચાર્જ ઉમેરી શકશે નહીં.
  • અન્ય કોઈ નામે પણ ફરજિયાત સર્વિસ ચાર્જ વસૂલી શકાશે નહીં.
  • સર્વિસ ચાર્જ સંપૂર્ણપણે વૈકલ્પિક (Optional) રહેશે અને ગ્રાહકની ઇચ્છા પર આધારિત રહેશે.
  • સર્વિસ ચાર્જ ચૂકવવાનો ઇનકાર કરનાર ગ્રાહકને સેવા આપવાનો ઇનકાર કરી શકાશે નહીં.
  • સર્વિસ ચાર્જની રકમ પર GST વસૂલવામાં આવશે નહી

Chaayos સામે રૂ.50 હજારનો દંડ

CCPAએ Chaayos (Sunshine Teahouse Pvt. Ltd.) સામે અંતિમ આદેશ જાહેર કરીને રૂ.50,000નો દંડ ફટકાર્યો છે. સાથે જ કંપનીને ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવેલ સર્વિસ ચાર્જ પરત કરવા પણ નિર્દેશ (CCPA Action) આપવામાં આવ્યો છે.CCPAએ જણાવ્યું છે કે ગ્રાહકોના અધિકારોનું ઉલ્લંઘન કરતી કોઈપણ હોટેલ અથવા રેસ્ટોરન્ટ સામે આગળ પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.


આ પણ વાંચો: દિલ્હીની GTB હોસ્પિટલમાં દર્દી પર પંખો પડતાં મોત

આ પણ વાંચો: 30 વર્ષ પછી ઘરે પરત ફરશે ‘ગ્રીન બૂટ્સ’: એવરેસ્ટના ડેથ ઝોનમાં રહેલો ભારતીય જવાન દોરજે મોરુપનો મૃતદેહ પરિવારને સોંપાશે

આ પણ વાંચો: જંતર-મંતર પર અભિજીત દીપકે પર શાહી ફેંકાઈ, બરખા ત્રેહનનો દાવો- ‘ભગવાન રામના અપમાન સામે વિરોધ કર્યો’