Delhi News : દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા એક વિરોધ પ્રદર્શન દરમિયાન ‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક અભિજીત દીપકે Abhijeet Dipke)પર જાહેરમાં શાહી ફેંકવાની (Ink Attack)ઘટના સામે આવી છે. ઘટનાના તરત બાદ પોલીસે શાહી ફેંકનાર મહિલા બરખા ત્રેહન (Barkha Trehan)ની અટકાયત કરી હતી. હવે બરખાએ મીડિયા અને સોશિયલ મીડિયા પર પોતાનો પક્ષ રજૂ કરતાં સમગ્ર ઘટનાક્રમ અંગે અનેક દાવા કર્યા છે.
અભિજીત દીપકે Abhijeet Dipke)અને તેમના સાથીઓ દ્વારા ભગવાન શ્રી રામ અને માતા સીતાનું અપમાન કરવામાં આવી રહ્યું હતું : બરખા ત્રેહન
બરખા ત્રેહનનું કહેવું છે કે પ્રદર્શન દરમિયાન અભિજીત દીપકે Abhijeet Dipke)અને તેમના સાથીઓ દ્વારા ભગવાન શ્રી રામ અને માતા સીતાનું અપમાન કરવામાં આવી રહ્યું હતું. આ વાતથી આક્રોશિત થઈ તેણે વિરોધ સ્વરૂપે શાહી ફેંકી હતી. તેના જણાવ્યા મુજબ તેનો હેતુ માત્ર વિરોધ નોંધાવવાનો હતો અને કોઈને શારીરિક નુકસાન પહોંચાડવાનો નહોતો.
મારપીટ અને ધમકીના આરોપ

ઘટના બાદ બરખા ત્રેહને (Barkha Trehan)આરોપ લગાવ્યો કે શાહી ફેંક્યા બાદ કેટલાક લોકોએ તેના પર હુમલો કર્યો. તેણે દાવો કર્યો કે તેના વાળ ખેંચવામાં આવ્યા, નખ મારવામાં આવ્યા અને તેની સાથે મારપીટ કરવામાં આવી. બરખાના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસના જવાનોએ સમયસર દરમિયાનગીરી ન કરી હોત તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકતી હતી.
NEET આંદોલન અંગે પણ કર્યો દાવો
બરખા ત્રેહને જણાવ્યું કે તે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલી નથી. તેના કહેવા મુજબ, NEET મુદ્દે શરૂ થયેલા વિરોધને રાજકીય દિશામાં લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. તે સોનમ વાંગચુકને આ અંગે ચેતવવા માટે ત્યાં પહોંચી હતી અને અન્ના હઝારેના આંદોલનનો પણ ઉલ્લેખ કર્યો હતો.
કોણ છે બરખા ત્રેહન?
બરખા ત્રેહન સોશિયલ મીડિયા પર પોતાને પુરુષ અધિકાર કાર્યકર તરીકે રજૂ કરે છે. તે વિવિધ સામાજિક અને કાનૂની મુદ્દાઓ પર સક્રિય રહે છે અને અનેક ટીવી ડિબેટમાં પણ ભાગ લઈ ચૂકી છે. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા પણ થઈ રહી છે કે તે અગાઉ ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરના સમર્થનમાં યોજાયેલા કાર્યક્રમમાં પણ હાજર રહી હતી.
પોલીસ તપાસ ચાલુ
જંતર-મંતર (Jantar Manta)પર બનેલી આ ઘટનાની દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી છે. સાથે જ વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. ઘટનાના વાયરલ થયેલા વીડિયો અને અન્ય પુરાવાઓના આધારે સમગ્ર મામલાની તપાસ આગળ વધી રહી છે.
