Anand News/ વાસદ રેલવે સ્ટેશન પાસે સાડા ચાર વર્ષની બાળકીનું અપહરણ બાદ હત્યા, કથિત દુષ્કર્મની આશંકા

Child Abduction: વાસદ રેલવે સ્ટેશન નજીક બાળકીનું અપહરણ બાદ મૃતદેહ મળ્યો. પોલીસ CCTV અને ફોરેન્સિક પુરાવાના આધારે આરોપીની શોધખોળ કરી રહી છે

Gujrat Top Stories
Child Abduction: બાળકીનું અપહરણ બાદ મોત

Anand News: આણંદ જિલ્લાના વાસદ રેલવે સ્ટેશન નજીકથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સાડા ચાર વર્ષની બાળકીનું અપહરણ (Child Abduction) થયા બાદ તેનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોક અને રોષનો માહોલ સર્જાયો છે. પ્રાથમિક તપાસમાં બાળકી સાથે કથિત જાતીય અત્યાચાર (Sexually Assaulted) થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે વિવિધ પુરાવાઓ એકત્ર કરીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

પરિવારની બાજુમાં સૂતી બાળકીનું અપહરણ

મળતી માહિતી મુજબ, એક શ્રમિક પરિવાર વાસદ રેલવે સ્ટેશનની ટિકિટ બારી નજીક ખુલ્લા વિસ્તારમાં રાત્રિ દરમિયાન સૂતો હતો. પરિવારની સાડા ચાર વર્ષની બાળકી પણ માતા-પિતાની બાજુમાં સૂતી હતી.આ દરમિયાન મધ્યરાત્રિએ એક અજાણ્યો વ્યક્તિ બાળકીને ત્યાંથી ઉઠાવી(Sexually Assaulted) લઈ ગયો હોવાની શંકા છે. પરિવારને સવારે બાળકી ગાયબ હોવાનું જાણવા મળતાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

રેલવે ટ્રેક પરથી મળ્યો મૃતદેહ

Child Abduction: બાળકીનું અપહરણ બાદ મોત
Child Abduction: બાળકીનું અપહરણ બાદ મોત

શોધખોળ દરમિયાન સ્ટેશન નજીકના રેલવે ટ્રેક પરથી બાળકીનો મૃતદેહ (Child Abduction) મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને રેલવે પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો.પ્રાથમિક તપાસના આધારે પોલીસે (Anand Police)  બાળકી સાથે કથિત દુષ્કર્મ થયા બાદ પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની દિશામાં પણ તપાસ શરૂ કરી છે. જોકે, આ અંગેની અંતિમ પુષ્ટિ પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ બાદ જ થશે.

CCTVમાં શંકાસ્પદ વ્યક્તિ કેદ

તપાસ દરમિયાન રેલવે સ્ટેશનના CCTV ફૂટેજ ચકાસવામાં (CCTV Investigation) આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, એક શંકાસ્પદ વ્યક્તિ બાળકીને પોતાના હાથમાં લઈને સ્ટેશન વિસ્તાર તરફ જતો જોવા મળ્યો છે.આ ઉપરાંત ઘટનાસ્થળ નજીકથી બાળકીના કેટલાક કપડાં પણ મળી આવ્યા છે, જેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

FSLની ટીમે શરૂ કરી તપાસ, આરોપીની શોધખોળ માટે પોલીસની અનેક ટીમો કાર્યરત

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી. ટીમે ઘટનાસ્થળેથી વિવિધ નમૂનાઓ (Child Abduction) અને અન્ય પુરાવાઓ એકત્ર કર્યા છે.પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક તપાસ બાદ મૃત્યુનું ચોક્કસ કારણ તેમજ અન્ય તથ્યો સ્પષ્ટ થશે.આણંદ જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, સ્થાનિક પોલીસ અને રેલવે પોલીસે સંયુક્ત રીતે તપાસ શરૂ કરી છે. CCTV ફૂટેજના આધારે શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે અને વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.પોલીસે આરોપીને ઝડપવા માટે સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને સમગ્ર ઘટનાની દરેક દિશામાં તપાસ ચાલી રહી છે.


આ પણ વાંચો: સુરતમાં પ્રેમી માટે માતાએ 5 વર્ષના દીકરાને બગીચામાં છોડી દીધો, 8 મહિના બાદ ખોટી ફરિયાદથી ભાંડો ફૂટ્યો

આ પણ વાંચો: Instagramની મિત્રતા સગીરાને પડી ભારે! લગ્નની લાલચે ફસાવી દુષ્કર્મનો આરોપ

આ પણ વાંચો: સગા ભાઈના દુષ્કર્મથી ગર્ભવતી બનેલી સગીરાના કેસમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો