Vadodara News: વડોદરામાં નશાકારક પદાર્થ નો વેપલો જાણે અટકવાનું નામ લેતો નથી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે નશાકારક કફસીરપનો જથ્થો ઝડપ્યો છે. આજવા રોડના દત્તનગરમાં ક્રાઇમ બ્રાન્ચના દરોડા પડ્યા હતા. મંજીતસિંઘ નશાકારક કફ સીરપના જથ્થા સાથે ઝડપાયો હતો.
વડોદરા માં નશાકારક પદાર્થ (નશાકારક કફસીરપ) નો જથો ઝડપ્યો
દવામાં કોડીન નામનું નાર્કોટિક્સ ઘટક હોવાનું સામે આવ્યું હતું. યુવક અગાઉ ચોરીના ગુનામાં પણ સપડાયેલો હોવાનું સામે આવ્યું હતું. તેની પાસેથી 11 બોટલ પકડવામાં આવી હતી. તેની સામે એનપીડીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળ કાર્યવાહી કરવામાં આવી છે.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમને પેટ્રોલિંગ વખતે બાતમી મળી હતી કે દત્તનગરના સયાજી પાર્ક પાસે આજવા રોડ પર રહેતો મનજીતસિંહ કતારસિંહ સિકલીગર છૂટક વેચાણ માટે તેના ઘરમાં માદક દ્રવ્ય કફ સિરપ છુપાવે છે. આ માહિતીના આધારે કાર્યવાહી કરતા, ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક ઘર પર દરોડો પાડ્યો. લોખંડના કબાટ પાસે એક થેલીમાંથી ત્રિપોલિડિન હાઇડ્રોક્લોરાઇડ અને કોડેઇન ફોસ્ફેટ સિરપની કુલ 11 બોટલ મળી આવી હતી, જેની કિંમત ₹12,941 હતી.
આ દવામાં કોડીન નામનો માદક દ્રવ્ય હતું અને લાઇસન્સ વિના તેનું વેચાણ ગેરકાયદેસર છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પાસે કોઈ પરમિટ કે લાઇસન્સ નહોતું. મનજીતસિંહ સિકલીગર સામે NDPS એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી શહેર, વારસિયા, સમા અને મકરપુરા પોલીસ સ્ટેશનમાં કુલ ચાર ચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ‘ઉડતા વડોદરા’ બનાવવા હેરોઈન લાવનાર શખ્સની ધરપકડ
આ પણ વાંચો: વટામણ ચોકડી પાસેથી પ્રતિબંધિત કફ સીરપનો જથ્થો પકડાયો
આ પણ વાંચો: નશામુક્ત ભારત અભિયાન હેઠળ અટકાયતી શિક્ષણ અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો

