Lifestyle: આમળા એક ‘સુપરફૂડ’ છે જેનું સેવન શિયાળામાં સ્વાસ્થ્ય માટે ઘણું જ ઉત્તમ ગણાય છે. પ્રત્યેક વ્યક્તિએ આમળા ખાવા જોઇએ. જો તમને એનો સ્વાદ પસંદ ન પડે તો તમારા માટે અહિં અમે કેટલીક ટિપ્સ (Tips) લઇને આવ્યા છીએ જેથી તમે આયુર્વેદમાં ‘અમૃતફળ’ તરીકે ઓળખાતા આમળા ફળના ગુણોને ગ્રહણ કરી શકો.
શિયાળાની ઋતુ (Winter Season) આવતાની સાથે જ ચોમાસા (Monsoon)નો મંદાગ્નિ જેમ જઠરાગ્નિમાં પરિવર્તિત થઇ જાય છે એ જ પ્રમાણે રસોડા અને ગૃહિણીઓની ઊર્જામાં પણ અભિવૃદ્ધિ થઇ જાય છે! લીલાછમ શાકભાજીની આવકની સાથોસાથ લીલા કાચ જેવા આમળા પણ ઠેર-ઠેર દેખાવા લાગે છે. આમળા એક ‘સુપરફૂડ’ (Superfood) છે જેનું સેવન શિયાળામાં સ્વાસ્થ્ય (Health) માટે ઘણું જ ઉત્તમ ગણાય છે.

ગુણકારી આમળાના સ્વાસ્થ્યલાભ
આયુર્વેદમાં આમળાને ‘અમૃતફળ’ (Amritfal, Ayurveda) તરીકે ઓળખવામાં આવે છે. આ ફળના ગુણો એટલા બધા છે કે, એને સુપરફૂડ કહેવામાં આવે છે. ન્યૂટ્રિશનિસ્ટના મતે, આમળા એક દેશી દવા (Desi Medicine) જેવું કાર્ય કરે છે. એમાં એન્ટિઓક્સિડન્ટ્સ, આયર્ન, ફાઇબર ઉપરાંત વિટામિન સી, વિટામિન બી કોમ્પ્લેક્સ, વિટામિન એ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ સહિત અનેક પ્રકારના મહત્વપૂર્ણ પોષક દ્રવ્યો હોય છે.
શિયાળાની ઠંડી ઋતુમાં આમળાના સેવનથી ઇમ્યુનિટી (Immunity Booster) બુસ્ટ થાય છે અને જેથી વાયરલ ઇન્ફેક્શન (Viral Infection)નું જોખમ પણ મોટા ભાગે રહેતું નથી. બાળકોથી લઇને વડીલો સુધી તમામ વયના લોકોએ આમળાનું સેવન કરવું જ જોઇએ. ઘણા લોકોને એનો ખાટો સ્વાદ ગમતો ન હોય તો તમે આમળાને મુખવાસ (Mukhwas)ના સ્વરુપમાં અથવા અન્ય રીતે સેવન કરી શકો છો. અહિં અમે તમારા માટે એવી 7 ટિપ્સ લઇને આવ્યા છીએ, જેથી તમે એની ખટાશથી દૂર ભાગવાનું બંધ કરીને સિઝનમાં દરરોજ ખાવાનું પસંદ કરશો!
શિયાળામાં આમળાનું સેવન કરવાની 7 ટિપ્સ

1. કાચા મસાલેદાર આમળા
આમળા એમનેમ ખાવામાં ઘણા ખાટા લાગે છે. એથી જ ઘણા લોકો એને ખાવાનું ટાળી દે છે અથવા તો એમના દાંત અંબાઇ જાય છે એટલે પણ આમળા ખાઇ શકતા નથી! આ સંજોગોમાં તમે એને સમારીને એમાં મીઠું, લાલ મરચું અને સરસિયું નાખીને મસાલેદાર આમળા (Spicy Amla) તૈયાર કરી શકો છો. આમળા ખાવાની આ બહેતરીન રીત છે!
2. આમળાનો જ્યૂસ
આમળાના સેવનની સૌથી ઉત્તમ રીતો પૈકીની એક છે એનો જ્યૂસ બનાવીને પીવો! આ જ્યૂસ ફ્રેશ બનાવીને પીવો અને એ શરીર માટે અત્યંત ફાયદાકારક હોય છે. એને તમા ઘરે જ ઘણી સરળતાથી રેડી કરી શકો છો. આ માટે આમળાને ધોઇને ટુકડા કરીને એક મિક્સરમાં થોડું પાણી ઉમેરીને એનો જ્યુસ કાઢી શકો છો.

3. આમળાનો મુરબ્બો
તમને ગળ્યું ભાવતુ હોય તો તમે આમળાનો મુરબ્બો (Amla Murabba) પણ તૈયાર કરી શકો છો. ઠંડીની સિઝનમાં આમળા ખાવાની આ મજેદાર રીત છે. સૌથી સારી વાત એ છે કે, આ પ્રકારે તમે આમળાને ઘણા મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને એનું જ્યારે મન થાય ત્યારે સેવન કરી શકો છો.
4. આમળાની ચટણી અને અથાણું
શિયાળામાં પરોઠા સાથે ખાવા માટે આમળાની તાજી ચટણી કે અથાણું (Amla Chatni, Amla Pickle) પણ બનાવી શકાય છે. અથાણું ઘણા દિવસો સુધી ખરાબ નથી થતું જ્યારે ચટણી બે દિવસ સારી રહે છે.
5. આમળાની કેન્ડી
બાળકો માટે તમે ઠંડીની સિઝનમાં આ ખટમીઠી આમળા કેન્ડી (Amla Candy) બનાવી શકો છો. એને હૅલ્ધી (Healthy) બનાવવા માટે ખાંડના સ્થાને તમે ગોળ કે ખડી સાકરનો ઉપયોગ કરી શકો છો. એને એકવાર બનાવ્યા બાદ તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો.

6. આમળા ક્યૂબ્સ
જો તમારી પાસે સમયનો અભાવ હોય તો તમે આમળા ક્યૂબ્સ (Amla Cubes) બનાવી લો અને ફ્રીઝમાં સ્ટોર કરી દો એ માટે તમે આમળાનો પલ્પ બનાવીને એને આઇસ ટ્રેમાં ભરીને રાખી શકો છો અને જેમ જરુર પડે એમ વાપરી શકો છો. એ પલ્પ બનાવતી વખતે તમે એમાં આદુ, મીઠા લીમડાના પાન, સંચળ અને લીંબુ પણ ઉમેરી શકો છો. એને જ્યારે પણ પીવું હોય ત્યારે એક નાના ગ્લાસ જેટલા પાણીમાં એક ક્યુબ ઉમેરીને મિક્સ કરીને પી શકો છો.
7. આમળા ચૂર્ણ
આમળાને સૂકવીને તમે એને ગ્રાઇન્ડ કરીને ચૂર્ણ પણ બનાવી શકો છો. એ ઘણા દિવસો સુધી ખરાબ થતું નથી. આ માટે આમળાના નાના-નાના ટુકડા કરીને એને તડકામાં સૂકવી દેવા. ત્યારબાદ મિક્સરમાં વાટીને એનો પાવડર બનાવી લેવો. તમારું આમળા ચૂર્ણ (Amla Churna) તૈયાર છે.
આ પણ વાંચો: શિયાળામાં ગોળને અવશ્ય તમારા ડાયેટમાં સામેલ કરો…સ્વાસ્થ્યને મળશે ઘણા લાભ…આ 5 રેસિપીથી!
આ પણ વાંચો: હળદર કેવળ કિચનનો મસાલો નથી, દવા છે! ન્યુટ્રિશનિસ્ટ પાસેથી જાણીએ એના 8 જાદુઇ સ્વાસ્થ્ય લાભ વિશે…
આ પણ વાંચો: આમળા કેન્ડીનો મુખવાસ, છે ઇમ્યૂનિટી વર્ધક…ઘરે બનાવવાની અત્યંત સરળ રેસિપી…
