નાગપુર,
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના ગુરુવારના રોજ યોજાનારા પ્રશિક્ષણ કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઉપસ્થિતીને લઇ અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે. કોંગ્રેસમાં લગભગ ૫ દાયકા સુધી રાજનીતિમાં શામેલ રહેલા પ્રણવ દા ગુરુવાર સાંજે ૫.૩૦ વાગ્યાથી લઇ ૯.૩૦ સુધી સંઘના હેડક્વાર્ટરમાં હાજર રહેશે.
#WATCH:Former President Pranab Mukherjee in conversation with Rashtriya Swayamsevak Sangh (RSS) chief Mohan Bhagwat at RSS founder KB Hedgewar's birthplace in Nagpur. pic.twitter.com/PDXnP5H4lE
— ANI (@ANI) June 7, 2018
જો કે આ પહેલા પ્રણવ મુખર્જી RSSના ફાઉન્ડર કેશવ બલિરામ હેડગેવારના જન્મસ્થળ પર પહોંચ્યા હતા અને જ્યાં તેઓએ હેડગેવારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સ્મૃતિ મંદિરમાં તેઓનું સ્વાગત RSS પ્રમુખ મોહન ભાગવતે કર્યું હતું.
Nagpur: Former President Pranab Mukherjee arrives at Rashtriya Swayamsevak Sangh (RSS) founder KB Hedgewar's birthplace, welcomed by RSS chief Mohan Bhagwat. pic.twitter.com/QY1QguMNDV
— ANI (@ANI) June 7, 2018
RSSના સંસ્થાપક હેડગેવારના જન્મસ્થળ પર પહોંચ્યા બાદ વિઝિટર બુકમાં તેઓએ લખ્યું, “આજે હું ભારત માતાના એક મહાન સપૂતના પ્રતિ પોતાનું સન્માન અદા કરવા તેમજ શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યો છું”.
'Today I came here to pay my respect and homage to a great son of Mother India': Former President Dr.Pranab Mukherjee's message in the visitor's book at RSS founder KB Hedgewar's birthplace in Nagpur pic.twitter.com/ax76NCzJMa
— ANI (@ANI) June 7, 2018
મહત્વનું છે કે, આરએસએસના આ કાર્યક્રમ દરમિયાન તેઓ ૩૦ મિનિટ સુધી આ કાર્યક્રમમાં હાજર રહેનારા મોહન ભાગવત તેમજ અન્ય ૭૦૦ જેટલા સ્વયં સેવકોને સંબોધશે, ત્યારે તમામની નજર તેઓ પર રહેશે, કારણ કે પોતાના ભાષણમાં પૂર્વ રાષ્ટ્રપતિ શું કહેશે. આ સંબોધન રાજકારણથી પ્રેરિત હશે કે કોઈ રાષ્ટ્રીય મુદ્દાઓ પર જ વાત કરશે તે અંગે અનેક અટકળો છે.
RSSના તૃતીય વર્ષ શિક્ષા વર્ગ સમાપનના કાર્યક્રમની શરૂઆત સંઘના ભગવા કલરના ધ્વજ ફરકાવવાની સાથે થશે. RSSના આ દીક્ષાંત સમારોહમાં પૂર્વ રાષ્ટ્રપતિની સાથે ૪ લોકો સ્ટેજ પર રહેશે, જેમાં મોહન ભાગવત અને ૨ અન્ય આરએસએસના વરિષ્ઠ અધિકારીઓ શામેલ રહેશે.
