અમદાવાદ
અમદાવાદ શહેરના પોસ વિસ્તાર ગણતાં એવા જજીસ બંગલો ખાતે ફાયરિંગ કરી ત્રિપલ મર્ડરનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
અમદાવાદના જજીસ બંગલો પાસે જ્યાં કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા ધર્મેશ શાહે તેની બે પુત્રી અને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધા છે. ધર્મેશ શાહે પોતાની લાઈન્સવાળી રિવોલ્વર વડે ત્રણેયની હત્યા કરી નાખી હતી.
જજીસ બંગલોના રત્નમ ફલેટમાં ધર્મેશ શાહ નામના વ્યક્તિએ પોતાની બે દીકરીઓને ગોળી મારી દીધી હતી. રત્નમ ફ્લેટના 202 નંબરના ફ્લેટમાં રહેતા ધર્મેશ શાહે તેની પત્ની અમી શાહ અને બે દીકરીઓ દીક્ષા અને હેલીને પોતાની રિવોલ્વરથી ફાયરીંગ કરીને ત્રિપલ હત્યાને અંજામ આપ્યો હતો.
ધર્મેશ શાહની મોટી દીકરી આર્કિટેકનો અભ્યાસ કરતી હતી.જોકે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યા બાદ ધર્મેશ શાહે પોલીસને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જેથી પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો.
જોકે કયા કારણોસર આ ત્રણેયની હત્યા કરવામાં આવી છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. પરંતુ પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ ઘરકંકાસના કારણે આ હત્યાને અંજામ આપ્યો હોય તેવું સામે આવ્યું છે.
