Not Set/ ઘાટલોડિયા: દારૂનું વેચાણ અટકાવવા પોલીસ અને જનતાએ કરી રેડ

અમદાવાદ, અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ સંજયનગરના છાપરામાં ચાલતા દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હતું. જેને ડામવા માટે જનતા રેડ કરવામાં આવી હતી. જો કે આ જનતા રેડ દરમિયાન બુટલેગરો અને સ્થાનિક વચ્ચે રકઝક થતા મારામારી થઈ હતી. આ દેશી દારૂના અડ્ડા બંધ કરવા માટે સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને દારૂના અડ્ડા સંપૂર્ણ પણે […]

Top Stories Videos

અમદાવાદ,

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ સંજયનગરના છાપરામાં ચાલતા દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હતું. જેને ડામવા માટે જનતા રેડ કરવામાં આવી હતી. જો કે આ જનતા રેડ દરમિયાન બુટલેગરો અને સ્થાનિક વચ્ચે રકઝક થતા મારામારી થઈ હતી. આ દેશી દારૂના અડ્ડા બંધ કરવા માટે સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને દારૂના અડ્ડા સંપૂર્ણ પણે બંધ કરવા માટે સ્થાનિકોનો કાફલો દેશી દારૂ સાથે પોલીસે સ્ટેશન ખાતે આવી પહોંચ્યો હતો અને ત્યારબાદ પોલીસે અને સ્થાનિકો સાથે મળીને સંજયનગરના છાપરામાં રેડ કરી હતી.

જે દરમિયાન ઘરમાં રહેલી ટાંકીમાંથી મોટી સંખ્યામાં દેશી દારૂ મળી આવ્યો હતો. ત્યારબાદમાં પોલીસે 3 જેટલા લોકોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.