Not Set/ રાણીપ: તોફાની તત્વોનો આતંક,ગાડીના કાચ તોડીને થયા ફરાર,પોલીસની કામગીરી સામે ઉભા થયા સવાલો.!

અમદાવાદ, દિવસે દિવસે અસામાજિક તત્વોનો તરખાટ વધી રહ્યો છે. ત્યારે અમદાવાદના નવા રાણીપમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. ત્યારે તમે આ સીસીટીવી ફુટેજમાં જોઇ શકો છો કે આ તસ્કરો કેવી રીતે આતંક મચાવી રહ્યા છે. તસ્કરો ગાડીના કાચ તોડીને આતંક મચાવી રહ્યા છે અને તસ્કરોએ 5 જેટલી કારને નુકશાન પહોંચાડવા માટે ટાર્ગેટ કરી હોય તેવુ […]

Ahmedabad Videos

અમદાવાદ,

દિવસે દિવસે અસામાજિક તત્વોનો તરખાટ વધી રહ્યો છે. ત્યારે અમદાવાદના નવા રાણીપમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. ત્યારે તમે આ સીસીટીવી ફુટેજમાં જોઇ શકો છો કે આ તસ્કરો કેવી રીતે આતંક મચાવી રહ્યા છે.

તસ્કરો ગાડીના કાચ તોડીને આતંક મચાવી રહ્યા છે અને તસ્કરોએ 5 જેટલી કારને નુકશાન પહોંચાડવા માટે ટાર્ગેટ કરી હોય તેવુ આ સીસીટીવી દ્વારા લાગી રહ્યુ છે.

અંગત અદાવતમાં તસ્કરોએ આ કાર્ય કર્યુ હોય તેવુ પણ લાગી રહ્યુ છે. આ મામલે સ્થાનિકોની સુરક્ષા પર પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે અને પોલીસની કામગીરી અને જવાબદારી સામે પણ અનેક સવાલો થાય છે. આ આતંક મચાવતા તસ્કરોને શું પોલીસનો ડર રહ્યો નથી..? આ મામલે સાબરમતી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.