નવી દિલ્હી,
દેશની બેન્કોને ૯૦૦૦ કરોડ રૂપિયાથી વધુનો ચૂનો લગાડી વિદેશમાં ભાગી જનાર વિજય માલ્યા દ્વારા આપવામાં આવેલા એક નિવેદને રાજકારણમાં ભૂકંપ લાવી લીધો છે. માલ્યા દ્વારા નાણામંત્રી અરુણ જેટલી સાથે મુલાકાતને લઈ આપેલા નિવેદનને લઇ વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા હવે નાણામંત્રી અને પીએમ મોદી પર સતત હુમલો બોલવામાં આવી રહ્યો છે અને જેટલી પાસે રાજીનામું પણ માંગ્યું છે.
Vijay Mallya said y'day that he met Arun Jaitley ji in the Parliament before leaving. Arun Jaitley writes blogs on all meetings but I don't know why there was no blog by him on this meeting. He(FM)said that he spoke only a few words to him (Vijay Mallya), which is a lie: R Gandhi pic.twitter.com/IxwWdwFrhK
— ANI (@ANI) September 13, 2018
વિરોધોના મારા વચ્ચે કોંગ્રેસી નેતા પી એલ પુનિયા દ્વારા મુલાકાતના દાવા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અરુણ જેટલી પર ગંભીર આરોપો લગાવ્યા છે.
The Finance Minister has colluded in a criminal running away from the country: Rahul Gandhi #VijayMallya pic.twitter.com/pPA6wqajzl
— ANI (@ANI) September 13, 2018
તેઓએ નાણામંત્રી પર હુલ્મો બોલતા કહ્યું, “જેટલી બ્લોગ લખતા રહ્યા છે, પરંતુ ક્યારેય પણ વિજય માલ્યા સાથેની મુલાકાતને લઇ દેશને જણાવ્યું નથી”.
ગુરુવારે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું, “વિજય માલ્યાએ ઓપચારિક રીતે એપ્રોચ કર્યો હતો, પરંતુ આ સવાલ છે કે, તેઓએ અત્યારસુધી શા માટે છુપાયું ?”.
The Finance Minister has colluded in a criminal running away from the country: Rahul Gandhi #VijayMallya pic.twitter.com/pPA6wqajzl
— ANI (@ANI) September 13, 2018
તેઓએ વધુમાં કહ્યું, “આજે અમે સબૂત લાવ્યા છે અને તે પુરાવો છે પી એલ પુનિયા, જેઓએ સંસદમાં માલ્યા અને જેટલી વચ્ચે થયેલી મુલાકાત જોઈ હતી અને આ કોઈ નાની મુલાકાત ન હતી”.
રાહુલ ગાંધીએ જેટલી પર દાગ્યા બે સવાલ
Finance Minister talks to an absconder, absconder tells him that he going to London. Finance Minister doesn't tell CBI, ED or police. Why? The arrest notice was changed to informed notice. This can be done only by the one who controls CBI: Rahul Gandhi pic.twitter.com/elE1jbFv8G
— ANI (@ANI) September 13, 2018
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નાણામંત્રી પર ગંભીર સવાલો કરતા કહ્યું, “અરુણ જેટલી આરોપી સાથે વાત કરે છે, પરંતુ તેઓએ ન CBI, ન ED અને ન પોલીસને જણાવ્યું. આટલું જ નહિ, માલ્યા માટે જે ધરપકડની નોટીસ હતી ત એને ઇન્ફર્મેશન નોટીસમાં કોને બદલી ?”.
૧ માર્ચના રોજ પી એલ પુનિયાએ જોઈ હતી આ મુલાકાત
મહત્વનું છે કે, વિજય માલ્યા અને અરુણ જેટલી વચ્ચે સંસદમાં થયેલી મુલાકાતનો દાવો કોંગ્રેસના નેતા પી એલ પુનિયાએ કર્યો હતો. તેઓએ દાવો કર્યો હતો કે, બજેટ સત્ર બાદ ૧ માર્ચ., ૨૦૧૬ના રોજ હું સેન્ટ્રલ હોલમાં બેઠો હતો, ત્યારે જ અરુણ જેટલી અને વિજય માલ્યા ઉભા રહીને એક ખૂણામાં અંગત વાતો કરી રહ્યા હતા.
આ ઉપરાંત પુનીયાએ એ પણ દાવો કર્યો છે કે, “૫ – ૭મિનિટ સુધી સેન્ટ્રલ હોલમાં બેંચ પર બેસીને વાતો કરી રહ્યા હતા”.
વિજય માલ્યાએ બુધવારે આપ્યું હતું આ નિવેદન
આ પહેલા લિકર કિંગ વિજય માલ્યાએ બુધવારે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટસ કોર્ટમાં સુનાવણી થયા બાદ જણાવ્યું હતું કે, “દેશ છોડતાં પહેલાં તેઓ નાણા પ્રધાન અરુણ જેટલીને મળ્યા હતા અને બેન્કો સાથેનો મુદ્દો પતાવટ કરવાની ઓફર કરી હતી”.
માલ્યાના નિવેદન પર અરુણ જેટલીએ કરી સ્પષ્ટતા
The statement is factually false in as much as it does not reflect truth. Since'14, I've never given him any appointment to meet me&the question of his having met me does not arise: FM Arun Jaitley on Vijay Mallya's claim that he met the finance minister before he left (file pic) pic.twitter.com/mowWLgQiJu
— ANI (@ANI) September 12, 2018
વિજય માલ્યાના દાવાઓ અંગે નાણામંત્રી જેટલીએ કહ્યું હતું કે, “માલ્યાનું નિવેદન “જૂઠું” છે. મીડિયામાં આવેલા એક નિવેદને મારુ ધ્યાન વિજય માલયાએ મને બેન્ક મામલાની પતાવટ ઓફર મુદ્દે મળવાની વાત કરી હતી તે મુદ્દે મારુ ધ્યાન દોર્યું છે. આ નિવેદન હકીકતમાં ખોટું છે કારણ કે તેનાથી સત્ય બહાર આવતું નથી.”
#WATCH Finance Minister Arun Jaitley says, "I never gave him an appointment" on Vijay Mallya's claim that he met the Finance Minister before he left. pic.twitter.com/aGxlD69NHY
— ANI (@ANI) September 12, 2018
તેઓએ વધુમાં કહ્યું હતું કે, “૨૦૧૪ થી મેં તેમને ક્યારેય મળવા માટે કોઇ સમય આપ્યો નથી, અને મને મળ્યાના પ્રશ્ન ઊભાં થતા નથી. તેમ છતાં, કારણ કે તે રાજ્ય સભાના સભ્ય હતા અને ક્યારેક તે ગૃહમાં હાજર હતા, તેમણે તે વિશેષાધિકારનો દુરુપયોગ કર્યો હતો એક પ્રસંગે જ્યારે હું મારા રૂમમાં જવા માટે હાઉસમાંથી નીકળી ગયો હતો.
