Canada News/ કેનેડામાં બાળકોના પેટ ભરવા 25 ટકા માતા-પિતાએ ભોજનમાં કાપ મૂક્યો: રિપોર્ટ

ભોજન પર કાપ મૂકવા પાછળનું કારણ અન્ય જરૂરિયાતો પૂરી કરવાનું છે

Top Stories World

Canada News : જસ્ટિન ટ્રુડોના અમુક કેનેડા વિરોધી નીતિઓના કારણે કેનેડામાં રહેતાં લોકો આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. કેનેડામાં કોવિડ સમયે અપનાવવામાં આવેલી નીતિના કારણે મોંઘવારી વધી છે. પરિણામે કેનેડામાં રહેતાં 25 ટકા માતા-પિતા પોતાના બાળકોને પર્યાપ્ત ભોજન પણ ઉપલબ્ધ કરાવવામાં અસમર્થ બન્યા છે.

એક એનજીઓ સાલ્વેશન આર્મી દ્વારા જારી રિપોર્ટ અનુસાર, મોંઘવારીના કારણે દર ચારમાંથી એક વાલી પોતાના બાળકને સારી રીતે ભોજન આપી શકતા નથી. 90 ટકાથી વધુ લોકોએ જણાવ્યું હતું કે, તેઓએ કિરાણાના સામાન પર ખર્ચો ઘટાડવા કાપ મૂક્યો છે. ભોજન પર કાપ મૂકવા પાછળનું કારણ અન્ય જરૂરિયાતો પૂરી કરવાનું છે. કેનેડાના લોકોએ ટ્રુડો સરકારને આ સમસ્યા ઉકેલવા માટે ટેક્સમાં ઘટાડો કરવા માગ કરી છે.રિપોર્ટ મુજબ, કેનેડામાં ફૂડ બેન્કોમાં પણ અછત જોવા મળી છે. મકાનોના ભાડા ચાર ગણા વધ્યા છે.

કિરાણાની ચીજોના ભાવ પણ 50થી 100 ટકા વધ્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં લેતાં કેનેડામાં વસતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને દેશમાંથી હાંકી કાઢવાની યોજના સરકાર બનાવી રહી હોવાના અહેવાલો મળ્યા છે. કેનેડામાં એક વર્ષની અંદર ચૂંટણી યોજાવાની છે. એવામાં ટ્રુડો સરકાર નાગરિકોને આકર્ષવા ઈમિગ્રેશન પોલિસી કડક બનાવી રહી છે.

કેનેડામાં મોંઘવારી આસમાને હોવાથી 24 ટકા માતા-પિતાએ પોતાના અને પોતાના બાળકોના ભોજન પર કાપ મૂક્યો છે. 90 ટકાથી વધુ વાલીઓએ કિરાણા બિલમાં ઘટાડો કરવા પોષણક્ષમ આહારની ખરીદી ટાળી હોવાનું જણાવ્યું છે, કારણકે, પોષણક્ષમ આહાર વધુ મોંઘો બન્યો છે. તેઓ પોતાના રોજિંદા જીવનની પાયાની જરૂરિયાતો પૂરી કરવા અસક્ષમ બન્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ટૂરિસ્ટ વિઝા પર લાગ્યો પ્રતિબંધ : હવે કેનેડા ફરવા પણ નહીં જઈ શકાય?

આ પણ વાંચો:કેનેડા સાત હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ડિપોર્ટ કરશે, કારણ નકલી સ્વીકૃતિ પત્રો

 આ પણ વાંચો:કેનેડા બાદ હવે વધુ એક પશ્ચિમી દેશમાં શરૂ થયું ભારત વિરોધી કામ, ભારતીયો વિરુદ્ધ ષડયંત્રનો ખુલાસો