Not Set/ ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરાઇ,ગુજરાતી મહિલાનું મોત

  જમ્મુ ઉત્તર ભારતમાં સતત પડી રહેલાં વરસાદને કારણે અમરનાથ યાત્રા ફરી એકવાર અટકાવવી પડી છે.અમરનાથ ગુફા સુધી જતાં બાલતાલ અને પહલગામના બંને રસ્તા ખરાબ હોવાના કારણે યાત્રાને સ્થગિત કરવાની ફરજ પડી છે. પોલિસના સુત્રોના જણાવ્યા પ્રમાણે મંગળવારે બાલતાલ ટ્રેક પર ભેખડ ધસી પડી હતી એ પછી આ ટ્રેક પર યાત્રીઓને અટકાવી દેવામાં આવ્યા છે. […]

Top Stories

 

જમ્મુ

ઉત્તર ભારતમાં સતત પડી રહેલાં વરસાદને કારણે અમરનાથ યાત્રા ફરી એકવાર અટકાવવી પડી છે.અમરનાથ ગુફા સુધી જતાં બાલતાલ અને પહલગામના બંને રસ્તા ખરાબ હોવાના કારણે યાત્રાને સ્થગિત કરવાની ફરજ પડી છે.

પોલિસના સુત્રોના જણાવ્યા પ્રમાણે મંગળવારે બાલતાલ ટ્રેક પર ભેખડ ધસી પડી હતી એ પછી આ ટ્રેક પર યાત્રીઓને અટકાવી દેવામાં આવ્યા છે.

હવામાના ખાતાના કહેવા પ્રમાણે ઉત્તરાખંડ અને તેની આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે.અમરનાથ જવાને રસ્તે પણ ભારે વરસાદ અને ભેખડો ધસી પડવાના બનાવ બન્યા છે.

ખરાબ હવામાન,ભેખડો ધસી પડવાના બનાવ અને વરસાદના કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે.

અમરનાથ ગુફા સુધી જવા માટે બાલટાલનો રસ્તો બુધવારે જ બંધ કરી દેવામાં આવ્યો છે. હવે પહલગામ રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. તેના કારણે નુનવાં બેસ કેમ્પમાં ત્રણ હજારથી વધારે ભક્તો ફસાઈ ગયા છે. આ વર્ષે અત્યાર સુધી યાત્રા દરમિયાન કુલ 11 ભક્તોના જીવ ગયા છે.

જુલાઇ 3ના રોજ બાલટાલ પર ભેખડ ધસી પડતાં ચાર યાત્રાળુઓ અને એક મજુર માર્યા ગયા હતા.

પોલિસના કહેવા પ્રમાણે ગુજરાતથી આવેલાં 60 વર્ષના નાનીબહેન પરમાર નામના યાત્રાળુનું હ્રદય બંધ થઇ જવાથી મોત થયું છે.નાનીબહેનના પાર્થિવ શરીરને બાલતાલ બેઝ કેમ્પમાં લાવવામાં આવ્યું છે અને એ પછી તેમના વતન મોકલાશે.

પ્રવક્તના જણાવ્યા પ્રમાણે અમરનાથ યાત્રાના સાતમાં દિવસે 5,919 યાત્રીઓએ બાબાના દર્શન કર્યા છે. જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 60,752 શ્રદ્ધાળુઓએ બાબા બરફાનીના જર્શન કર્યા છે.