Covid-19/ દેશમાં કોરોનાનાં Active કેસ 266 દિવસ બાદ સૌથી ઓછા નોંધાયા

ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસનાં 13,091 નવા કેસ નોંધાયા છે અને સંક્રમણનાં કારણે 340 લોકોનાં મોત થયા છે.

Top Stories India
દેશમાં કોરોના કેસ

કોરોના વાયરસનાં વૈશ્વિક કેસ વધીને હવે 25.13 કરોડ થઈ ગયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં 50.7 લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 7.34 અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. ગુરુવારે સવારે તેના નવીનતમ અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ અહેવાલ આપ્યો કે, વર્તમાન વૈશ્વિક કેસ, મૃત્યુ અને રસીકરણની કુલ સંખ્યા અનુક્રમે 251,348,332, 5,071,757 અને 7,347,735,847 છે. વળી ભારતની વાત કરીએ તો અહી કોરોનાનાં કેસમાં ઘટાડો યથાવત છે.

આ પણ વાંચો –  Political / UP માં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ઓપી રાજભરને યાદ આવ્યા જિન્ના, કહ્યુ- જો તે પ્રથમ PM હોત તો વિભાજન ન થયું હોત

ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસનાં 13,091 નવા કેસ નોંધાયા છે અને સંક્રમણનાં કારણે 340 લોકોનાં મોત થયા છે. વળી, 13,878 દર્દીઓ ઠીક થયા છે, જે કુલ રિકવરી રેટ લગભગ 98.25 ટકા પર લઈ ગયા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે અને કુલ રિકવરી ડેટા 3,38,00,925 પર પહોંચી ગયો છે. મંત્રાલયનાં ડેટા દર્શાવે છે કે ભારતમાં કોવિડ-19નાં કુલ સક્રિય કેસ ઘટીને 1,38,556 (266 દિવસમાં સૌથી ઓછા) થઈ ગયા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, 10 નવેમ્બર સુધી કોવિડ-19 માટે 61,99,02,064 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જેમાંથી બુધવારે 11,89,470 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. દેશમાં હવે કુલ મૃત્યુઆંક 4,62,189 છે. ભારતમાં, કોવિડ મહામારીને કારણે પ્રથમ મૃત્યુ માર્ચ 2020 માં થયું હતું.

આ પણ વાંચો – રિપોર્ટ / FACEBOOkએ પ્રથમવાર રિપોર્ટમાં માન્યું કે આટલી પોસ્ટ નફરત અને ઉશેકરેણીજનકવાળી…જાણો વિગત

દરમિયાન, કેરળમાં બુધવારે 7,540 તાજા કોરોનાવાયરસ સંક્રમણ અને 259 મૃત્યુ નોંધાયા, જેનાથી કેસનો ભાર વધીને 50,34,858 થયો અને મૃત્યુઆંક 34,621 થયો છે. મંગળવારથી 7,841 વધુ લોકો વાયરસમાંથી સાજા થયા સાથે, કુલ રિકવરી વધીને 49,22,834 થઈ ગઈ છે અને સક્રિય કેસ 70,459 પર પહોંચી ગયા છે, એમ સત્તાવાર અખબારી યાદીમાં જણાવાયું છે. 259 મૃત્યુમાંથી, 48 છેલ્લા કેટલાક દિવસોમાં નોંધાયા હતા અને કેન્દ્ર તરફથી નવી ગાઇટલાઇન અને સુપ્રીમ કોર્ટનાં નિર્દેશોનાં આધારે અપીલ મળ્યા પછી 211ને કોવિડ મૃત્યુ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 76,380 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. 14 જિલ્લાઓમાં, એર્નાકુલમમાં 1,151 કેસ નોંધાયા છે, ત્યારબાદ તિરુવનંતપુરમ (1,083) અને કોટ્ટયમ (812) છે.