Jammu Kashmir/ અનંતનાગમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં એક આતંકીને કર્યો ઠાર, સેનાનું સર્ચ ઓપરેશન…

શનિવારે અનંતનાગનાં લારનુ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયુ હતુ.

Top Stories

જમ્મુ-કાશ્મીરનાં અનંતનાગમાં સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટરમાં આતંકવાદીને ઠાર માર્યો છે. શનિવારે અનંતનાગનાં લારનુ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયુ હતુ. કાશ્મીર પોલીસનાં ઇનપુટ બાદ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ હતુ. ભારતીય સેનાએ આ માહિતી આપી છે.

આ વિસ્તારમાં પોલીસ અને સુરક્ષા દળોનું સંયુક્ત સર્ચ ઓપરેશન ચાલુ છે. સેના અને પોલીસને આશંકા છે કે અનંતનાગમાં વધુ આતંકીઓ છુપાયેલા હોઈ શકે છે. ભારતીય સેનાએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીર પોલીસનાં ઇનપુટ્સનાં આધારે, આજે સવારે અનંતનાગમાં એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કોર્ડનને પણ રાખવામાં આવ્યા હતા અને સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યુ હતુ. અમે આતંકવાદીને ઠાર કર્યો છે અને એક AK-47 રાઇફલ મેળવી લીધી છે. સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ