Morbi News/ ‘સરકારે ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવી જોઈએ’, મોરબીની ધર્મસભામાં જગતગુરુ શંકરાચાર્યની માંગ

મોરબીમાં મકનસર ગામ નજીક સરતાનપર રોડ પરની પાંજરાપોળ ખાતે ધાર્મિક મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક સભામાં જગતગુરૂ શંકરાચાર્ય, શારદા પીઠના પીઠાધીશ્વર, સદાનંદજી સરસ્વતી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarat Top Stories Breaking News

Morbi News: મોરબીમાં (Morbi) મકનસર ગામ નજીક સરતાનપર રોડ પરની પાંજરાપોળ ખાતે ધાર્મિક મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક સભામાં જગતગુરૂ શંકરાચાર્ય, શારદા પીઠના પીઠાધીશ્વર, સદાનંદજી સરસ્વતી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. પીઠાધીશ્વર સદાનંદજી સરસ્વતી મહારાજે અહીં ધાર્મિક સભાને સંબોધિત કરતા મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો દેશમાં વાઘ-હરણ માટે અભિયાન ચલાવી શકાય તો સરકારે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવી જોઈએ.

સરકાર પાસે મહારાજની માંગ

પીઠાધીશ્વર સદાનંદજી સરસ્વતી મહારાજે જણાવ્યું હતું કે હિંદુઓનો પ્રથમ ધર્મ ગૌરક્ષા છે અને જ્યારે તેઓ ગાયોની રક્ષા કરે છે ત્યારે તેઓ ક્યારેય દુઃખી થતા નથી. ખાસ કરીને ત્યારે જ્યારે સંતો અને હિન્દુ સમાજ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની વર્ષોથી માંગ કરી રહ્યા છે. જો દેશમાં વાઘ અને હરણ માટે અભિયાન ચલાવી શકાય તો કેન્દ્ર સરકારે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવી જોઈએ.

મહારાજે પોતાની લાગણી વ્યક્ત કરી

જગતગુરુ શંકરાચાર્યએ લોકોને સંબોધતા કહ્યું કે જે વ્યક્તિ ગાયની સેવામાં મદદ કરે છે તેને ક્યારેય કષ્ટ આવતું નથી. આ સાથે તેમણે પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે જે ગાય, માતા, પિતા અને ઓમકારમાં વિશ્વાસ રાખે છે તે હિન્દુ છે અને ગાયની સેવા કરવી એ હિન્દુનો પ્રથમ ધર્મ છે. અંતમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે, વરસાદને કારણે આજે ધાર્મિક સભા થઈ શકી નથી, પરંતુ ભવિષ્યમાં તેઓ બીજી વખત આ જ સ્થળે આવશે.

ગાયો ઉછેરવા

મોરબીમાં પાંજરાપોળ ઘણા વર્ષોથી ચાલી રહી છે અને હાલમાં 5200 થી વધુ ગાયોનું ઉછેર કરે છે. આજ સુધી આ માટે આપવામાં આવેલી જમીનમાંથી 40 થી 45 ટકા જેટલી જમીનને ફળદ્રુપ બનાવીને ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. મોરબીના સિરામિક ઉદ્યોગકારો સહિત નાના-મોટા લોકો દ્વારા પાંજરાપોળના ગાય સેવાના કાર્ય માટે દર વર્ષે લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાનું દાન આપવામાં આવે છે. જેના કારણે આજે મોરબીની પાંજરાપોળ ગુજરાતની નંબર વન પાંજરાપોળ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મોરબીના વેપારીની કુટુંબ સાથે સામૂહિક આત્મહત્યા

આ પણ વાંચો: મોરબીમાં હત્યાનો વિચિત્ર કિસ્સો, પત્નીની હત્યા કરી મૃતદેહ સાથે પતિ 450 કિ.મી. અંતર કાપી વતન પંહોચ્યો

આ પણ વાંચો: મોરબીઃ અજાણ્યા શખ્સોએ યુવકની કરી હત્યા સરદાર રોડ પરની શેરીમાં યુવાનની હત્યા છરીના ઘા ઝીકીને યુવાનની કરી હત્યા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી