Morabi News: મોરબીમાં વેપારીએ સામૂહિક આત્મહત્યા કરી છે. વેપારીએ પત્ની અને દીકરા સાથે ઘરમાં ગળે ફાંસો ખાધો છે. તેણે તેની સ્યુસાઇડ નોટમાં અંગત કારણસર આત્મહત્યા કરી હોવાનું કારણ ગણાવ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં સઘન તપાસ દરી છે અને પ્રાથમિક અંદાજ મુજબ પોલીસને તેની પાછળ આર્થિક કારણ લાગે છે.
મોરબી સંત પ્લોટમાં આવેલ એપાર્ટમેન્ટના ફ્લેટમાં વેપારી, તેમના પત્ની અને દીકરાએ આપઘાત કર્યો છે. આજે સવારે માતા-પિતા અને પુત્રએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આ અંગેની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે. તો આ બનાવને પગલે ઘટના સ્થળે સ્થાનિકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે. વસંત પ્લોટમાં આવેલ એપાર્ટમેન્ટમાં હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર, વર્ષાબેન હરેશભાઈ કાનાબાર અને તેમના દીકરા હર્ષ હરેશભાઈ કાનાબારના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સરેરાશના ધોરણે દર કલાકે કોઈ આત્મહત્યા કરે છે. ગત 9 અને 10 જુલાઈના રોજ રાજ્યના 16 શહેર-જિલ્લામાં 55 લોકોએ જિંદગી ટૂંકાવી લીધી હતી. આમ આ 48 કલાકમાં જ 56 લોકોએ આત્મહત્યા કરી લેતા, તેની રાજ્યભરમાં ચર્ચા શરૂ થઈ છે. આ આત્મહત્યાઓ પાછળ મોટા ભાગે આર્થિક અને સામાજિક પરિબળ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
મોરબીમાં આ પ્રકારની આત્મહત્યાએ ચકચાર જગાવી છે. રાજ્યમાં સતત વધતી જતી આત્મહત્યાના બનાવ ચિંતાના વિષય બન્યા છે. સરકારે પોતે આત્મહત્યા નિવારણ સેલ બનાવ્યા છે અને તેના પર કાઉન્સેલિંગની પણ મદદ પૂરી પાડવામાં આવે છે છતાં પણ આત્મહત્યાના બનાવ અટકતા નથી.
આ પણ વાંચો:વડોદરામાં લોનનાં ચક્રવ્યૂહમાં ફસાવી મહિલા પર ગુજાર્યું દુષ્કર્મ
આ પણ વાંચો:ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત્, બે વર્ષના બાળકનું થયું મોત
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ.ની મિશન થ્રી મિલિયન ટ્રી ઝુંબેશ શહેરનું ગ્રીન કવર વધારશે