Ahmedabad News/ અમદાવાદમાં વધુ એક લાંચિયો ઝડપાયો, માંગી હતી 75,000 ની લાંચ

દસ્ક્રોઇ મામલતદાર કચેરી લાંચનો મામલો સામે આવ્યો છે.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: ગુજરાતમાં આમ તો લોકો ભ્રષ્ટાચારની વાતો કરતા જ હોય છે સાથે જ લાંચ લેતા ઘણા અધિકારીઓ એસીપીના હાથે ઝડપાયા છે પરંતુ આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે જાણીને તમે પણ વિચારમાં પડી જશો .આપને જણાવીએ કે, દસ્ક્રોઇ મામલતદાર કચેરી લાંચનો મામલો સામે આવ્યો છે.

ફરીયાદીએ ખેડુત હોવા અંગેનું પ્રમાણપત્ર મેળવવા દસ્ક્રોઇ પ્રાંત કચેરીમાં કુલ-7 અરજીઓ કરેલ હતી, જે અરજીઓ રીજેક્ટ થતા ખુટતા કાગળો સાથે ફરીથી કુલ-7 અરજીઓ કરેલ. જે પૈકી બે અરજીઓ દફતરે કેરલ અને બાકીની પાંચ અરજી ના કામે આરોપીએ દસ્ક્રોઇ મામલતદાર કચેરી નો અભિપ્રાય આપવા પેટે એક અરજી દીઠ રૂ.5,000 /- તેમજ પ્રાંત કચેરીમાં આગળના કામ પેટે એક અરજી દીઠ રૂ.10,000/- મળી એક અરજીના રૂ.15,000/- લેખે કુલ પાંચ અરજીના કુલ રૂ.75,000/- ની લાંચની માંગણી ફરીયાદી પાસે કરી હતી.

આ લાંચના નાણાં આજરોજ આપી જવાનો વાયદો કરેલ હોય ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતાના હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો, ફરીયાદીની ફરીયાદ આધારે લાચનું છટકું ગોઠવવામાં આવેલ, અને લાંચના છટકા દરમ્યાન આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી, લાંચના નાણાંની માંગણી કરી, સ્વીકારી, રંગે હાથે ઝડપી પડ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો:મોરબીમાં લાંચ લેતા રેવન્યુ તલાટી ઝડપાયો

આ પણ વાંચો:અમેરિકામાં ગૌતમ અદાણી સામે છેતરપિંડી અને લાંચના આરોપો ઘડવામાં આવ્યા

આ પણ વાંચો:ભાવનગરમાં ભાઈ બહેનના ઝઘડાની પતાવટ માટે લાંચ લેતા કોન્સ્ટેબલ ઝડપાયો