Not Set/ ગાંજો/ પાટણઃ માંકા ગામના ખેતરમાંથી ઝડપાયા ગાંજાના છોડ

દિવસે ને  દિવસે સમાજમાં નશાખોરીનુ પ્રમાણ વધી રહ્યું છે. પછી તે ગમે તે સ્વરૂપે હોય, અને એમાંય કબીરસિંહ  જેવી મૂવી આજના યુવાધનને નશાખોરીના રવાડે ચઢાવવા માટે પ્રેરણા સ્ત્રોત બની રહી છે.  આવીજ એક ઘટના પાટણ ના માંકા ગમે બની છે. જ્યાં ખેડૂત દ્વારા ગંજા નું વાવેતર કરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર પાટણ જિલ્લાના માંકા […]

Gujarat Others

દિવસે ને  દિવસે સમાજમાં નશાખોરીનુ પ્રમાણ વધી રહ્યું છે. પછી તે ગમે તે સ્વરૂપે હોય, અને એમાંય કબીરસિંહ  જેવી મૂવી આજના યુવાધનને નશાખોરીના રવાડે ચઢાવવા માટે પ્રેરણા સ્ત્રોત બની રહી છે.  આવીજ એક ઘટના પાટણ ના માંકા ગમે બની છે. જ્યાં ખેડૂત દ્વારા ગંજા નું વાવેતર કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પાટણ જિલ્લાના માંકા ગામે નશા ખોરીને પ્રોત્સાહન આપતા ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું. ખેતરમાં આશરે 309 જેટલા ગાંજના છોડ વાવેલા હતા. ચોક્કસ બાતમીને આધારે પાટણ જિલ્લા એસઓજી ટીમ દ્વારા ખેતરમાં રેડ પાડવામાં આવી હતી. અને ખેતરમાંથી 309 લીલા ગાંજાના ચૂડ મળી આવ્યા હતા. જ્યારે 41.960 કિલો ગાંજો પોલીસે જપ્ત કર્યો હતો.

કચ્છઃ એસ.ટી બસમાંથી ઝડપાયો, 20 ગ્રામ ગાંજો ઝડપાયો

એક બાજુ સરકાર નાશમુક્તિની અને નશાબંધીની વાતો કરે છે. ત્યાં રોજ કોઈ ને સ્વરૂપે નશીલા દ્વારયો ગુજરાતમાંથી મળતા રહે છે. પાટણ ખાતેથી ખેતરમાં વાવેલો ગાંજો મળ્યો તો બીજી બાજુ કચ્છ ના અંજાર ખાતેથી પણ  એસ.ટી બસમાંથી સુરતથી ભુજ આવી રહેલી બસમાં હતી ગાંજો મળી આવ્યો હતો. અંજાર એસ.ટી બસમાંથી 20 ગ્રામ ગાંજો ઝડપાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.