Bhavnagar News : આ કેસની વિગત મુજબ ફરિયાદી વિરૂધ્ધ ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં તેમના મોટા બહેને અરજીકરી હતી , તે અરજી અન્વયે ભાવનગર ના નિલમબાગ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિરભદ્રસિંહ પદમસિંહ જેતાવત ફરીયાદી ને જવાબ લખાવવા માટે બોલાવતા હતા ,તે દરમ્યાન ફરીયાદી ને તેમના બહેન સાથે સમાધાન થઇ ગયેલ હતું , તેમ છતાં આરોપી જેતાવત ફરીયાદી ને ગુનો દાખલ કરવા ની ધમકી આપી પોલીસ સ્ટેશને તાત્કાલીક બોલાવતા હતા , અને કોઇ હેરાનગતી નહી કરવાનાં બદલામાં ફરિયાદી પાસે થી રૂ.૭૦,૦૦૦/- વ્યવહાર પેટે લેવાનું નક્કી થયેલ હતું .
તે પૈકી રૂ.૨૦,૦૦૦/- ફરીયાદી એ પોતાના ભાઇ મારફતે “ ગુગલ પે “ થી આરોપી જેતાવતને આપી દીધેલ હતા , અને બાકી નાં રૂ.૫૦,૦૦૦/- માટે સામ્નય પ્રજાજન જીતેન્દ્ર અરવિંદભાઈ દવે સતત ઉઘરાણી કરતાં હતા , જેથી નાછુટકે ફરીયાદી એ આજ રોજ આપી દેવાનો વાયદો કરેલ હતો .
પરંતુ ફરીયાદી લાંચનાં નાણાં આપવા માંગતા ના હોઇ એસીબી નો સંપર્ક કરી ફરીયાદ આપતા , આજરોજ લાંચનાં છટકાનું આયોજન કરવામાં આવેલ, આ લાંચનાં છટકા દરમ્યાન આરોપી વિરભદ્રસિંહ જેતાવત ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ ની માંગણી કરી , સ્વીકારી રંગેહાથ પકડાઇ ગયા હતા.
આ પણ વાંચોઃએપોલો હેલ્થ યુનિ.ના 70થી વધુ વિદ્યાર્થીઓ બન્યા ફૂડ પોઇઝનિંગનો ભોગ
આ પણ વાંચોઃસ્ટર્લિંગ હોસ્પિટલ વિરુદ્ધ 11 દર્દીઓએ ક્રાઈમ બ્રાન્ચમાં નોધાવી ફરિયાદ
આ પણ વાંચોઃઅમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલને ઓડાએ નોટિસ ફટકારી છે.
