new dilhi/ જંતર-મંતર પર CJPના સ્થાપક અભિજીત દીપકે પોલીસના પગ પકડ્યા, વિડિયો વાયરલ

જંતર-મંતર પર NEET પેપર લીકના વિરોધ દરમિયાન CJPના સ્થાપક અભિજીત દીપકે વિદ્યાર્થીઓ માટે વરસાદથી બચાવવા તંબુ લગાવવાની મંજૂરી માંગતા પોલીસના પગ પકડ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Viral Video India Breaking News
Abhijit Deepake's video goes viral.

Dilhi News: નીટ પેપર લીક અને વિવિધ ભરતી પરીક્ષાઓમાં થયેલી કથિત અનિયમિતતાઓના વિરોધમાં જંતર-મંતર પર ચાલી રહેલા આંદોલન દરમિયાન કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં તેઓ પોલીસ અધિકારીઓને હાથ જોડીને અને પગ પકડીને વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ માટે તંબુ લગાવવાની મંજૂરી માંગતા જોવા મળે છે.

 CJP ના સ્થાપક અભિજીત દીપક (Abhijeet Deepake)નો વીડિયો વાયરલ

કોકરોચ જનતા પાર્ટી (CJP) છેલ્લા 20 દિવસથી દિલ્હીના જંતર-મંતર પર NEET પેપર લીક અને વિવિધ પરીક્ષાઓમાં થયેલી કથિત ગેરરીતિઓના વિરોધમાં પ્રદર્શન કરી રહી છે. ગુરુવારે પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે એક વીડિયો શેર કર્યો, જેમાં તેઓ પોલીસ અધિકારીઓને હાથ જોડીને અને પગ પકડીને વરસાદમાં બેઠેલા વિદ્યાર્થીઓ માટે તંબુ લગાવવાની મંજૂરી માંગતા જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

અભિજીત દીપકે (Abhijeet Deepak)સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતાં લખ્યું કે, ભૂખ હડતાળ પર બેઠેલા વિદ્યાર્થીઓ સતત વરસાદમાં પલળી રહ્યા છે. તેમની સુરક્ષા અને આરોગ્યને ધ્યાનમાં રાખીને પોલીસ પાસેથી તંબુ લગાવવાની પરવાનગી માગવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓને વરસાદથી બચાવી શકાય.

20 જૂનથી જંતર-મંતર પર વિરોધ

CJP દ્વારા 20 જૂનથી જંતર-મંતર પર સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સંગઠનની મુખ્ય માંગ છે કે NEET સહિતની પરીક્ષાઓમાં થયેલી કથિત ગેરરીતિઓની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. આંદોલન દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકરો પણ ભૂખ હડતાળ પર બેઠા છે.

CJPની શરૂઆત કેવી રીતે થઈ?

કોકરોચ જનતા પાર્ટી (Cockroach Janata Party)ની રચના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની એક ટિપ્પણી બાદ કરવામાં આવી હતી. ત્યારબાદ અમેરિકામાં અભ્યાસ કરતા અભિજીત દીપકે 16 મેના રોજ સોશિયલ મીડિયા મારફતે CJPની શરૂઆત કરી. પાર્ટીએ શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા અને પરીક્ષા પ્રણાલીમાં સુધારાની માંગ સાથે અભિયાન શરૂ કર્યું હતું.

 કોણ છે અભિજીત દીપકે?

30 વર્ષીય અભિજીત દીપકે મહારાષ્ટ્રના સંભાજીનગરના રહેવાસી છે અને ડિજિટલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે કાર્ય કરી ચૂક્યા છે. તેમણે પુણેથી પત્રકારત્વનો અભ્યાસ કર્યો છે અને હાલમાં અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં પબ્લિક રિલેશન્સમાં માસ્ટર્સનો અભ્યાસ કરી રહ્યા છે. અગાઉ તેઓ આમ આદમી પાર્ટી (AAP) સાથે પણ જોડાયેલા રહ્યા હોવાનું જણાવવામાં આવે છે.


આ પણ વાંચો:‘કોકરોચ જનતા પાર્ટી’ બાદ હવે ‘ઈશ્ક કરો પાર્ટી’ની એન્ટ્રી, પૂર્વ સુપ્રીમ કોર્ટ જજની અનોખી પહેલ

આ પણ વાંચો:‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક અમેરિકાથી દિલ્હી પહોંચ્યા, પોલીસે જંતર-મંતર પર વિરોધની આપી મંજૂરી

આ પણ વાંચો:‘કોકરોચ જનતા પાર્ટી’ પર ઉપરાષ્ટ્રપતિની ટિપ્પણી, યુવાઓને સાચી માહિતી પહોંચાડવાની આપી સલાહ