સિક્કિમના સોમગોમાં હિમસ્ખલનથી 6 લોકોના મોત થયા છે. Avalanche આ બરફના તોફાનના કારણે ટૂરિસ્ટ બસ ખાઈમાં પડી હતી અને 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આમાં એક બાળક પણ સામેલ હોવાનું કહેવાય છે. હાલ 150 લોકો બરફ નીચે ફસાયેલા છે. 22 લોકોને બચાવવામાં સફળતા મળી છે.
મંગળવારે ત્સોમગોમાં જોરદાર બરફનું તોફાન આવ્યું હતું. Avalanche તે વાવાઝોડાને કારણે એક ટુરિસ્ટ બસ બેકાબૂ બનીને સીધી ખાડામાં પડી હતી. આ અકસ્માતમાં ચાર પુરુષ, એક મહિલા અને એક બાળકના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ચિંતાનો વિષય છે કે હજુ પણ 150 લોકો બરફ નીચે ફસાયેલા છે. સિક્કિમ પોલીસની સાથે સ્થાનિક લોકોએ જમીન પર બચાવ કાર્ય શરૂ કર્યું છે. હજુ પણ ઘણા લોકો ઘાયલ છે, આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધી શકે છે.
આ પહેલા જાન્યુઆરીમાં લદ્દાખ ક્ષેત્રના ટંગોલ ગામમાં પણ હિમપ્રપાત Avalanche થયો હતો. એ તોફાને બે છોકરીઓનો જીવ લીધો. એ જ રીતે, ગયા વર્ષે ઉત્તરકાશીમાં હિમપ્રપાતને કારણે ભારે તબાહી સર્જાઈ હતી અને 16 લોકોના મોત થયા હતા. આ પહેલા હિમપ્રપાતમાં લશ્કરનું વાહન ફસાઈ જતાં દેશના લશ્કરી જવાનોએ પણ જીવ ગુમાવ્યો હતો. હિમપ્રપાત થાય મોટાપાયા પર બરફ ધસી આવે છે અને તેમા કેટલાય મોટા સ્થળો ઢંકાઈ જાય છે. હિમાલયના પટ્ટામાં હિમપ્રપાત નવી વાત નથી, પરંતુ તેમા પ્રવાસીઓએ જીવ ગુમાવવું પડે તે બહુ મોટી ચિંતાની વાત છે. દોઢસો લોકો બરફ નીચે ફસાયેલા હોવાથી આંકડો ગમે ત્યારે વધી શકે છે.
આ પણ વાંચોઃ ઇમરજન્સી લેન્ડિંગ/ બેંગ્લુરુથી વારાણસી જતી ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, 137 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
આ પણ વાંચોઃ China-India Relations/ રશિયા અને ભારત જેવી ઉભરતી સત્તા સાથે મજબૂત સંબંધ બનાવવા ચીન આતુર
આ પણ વાંચોઃ અમદાવાદ/ માફિયા અતીક અહેમદની જેલ બદલવામાં આવશે, સાબરમતીથી તિહાર જેલમાં મોકલવાની તૈયારી
આ પણ વાંચોઃ મસ્કે લોગો બદલ્યો/ મસ્કે ટ્વિટરનો લોગો જ બદલી કાઢ્યો, પક્ષીના બદલે કૂતરો
આ પણ વાંચોઃ Video/ સુરતમાં કાર ચાલક લારીવાળાને હવામાં ફંગોળ્યો, થયું મોત
