Video/ સુરતમાં કાર ચાલક લારીવાળાને હવામાં ફંગોળ્યો, થયું મોત

સુરતમાં હિટ એન્ડ રનની ઘટના CCTVમાં કેદ થઇ છે. જેમાં જોઇ શકાય છે કે, કેવી રીતે પૂરપાટ ઝડપે આવતાં કારચાલકે લારીવાળા યુવકને ટક્કર મારી હતી.

Top Stories Gujarat Surat
સુરતમાં

સુરતના ડીંડોલીમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અજાણ્યા કાર ચાલકે શાકભાજીના લારી ચાલકને અડફેટે લઈ હવામાં ફંગોળ્યો હતો.અકસ્માતમાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અંકિત ગુપ્તા નામનો 22 વર્ષીય યુવક શાકભાજીનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.જ્યારે સમગ્ર મામલે પોલીસે અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથધરી છે.

સુરતમાં હિટ એન્ડ રનની ઘટના CCTVમાં કેદ થઇ છે. જેમાં જોઇ શકાય છે કે, કેવી રીતે પૂરપાટ ઝડપે આવતાં કારચાલકે લારીવાળા યુવકને ટક્કર મારી હતી. ટક્કર લાગતા યુવક લારી સાથે રોડ પર ફંગોળાયો હતો. જે બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું છે. અકસ્માત બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થયો હતો. અંકિત ગુપ્તા નામનો 22 વર્ષીય યુવક શાકભાજીનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ડીંડોલી પોલીસે અજાણ્યા કારચાલક સામે ફરિયાદ નોંધી છે.

તો બીજી બાજુ,સુરતના કાપોદ્રા વિસ્તારમાં કાર ચાલકે મહિલાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થયો હતો, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:વડોદરામાં વધુ એક રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો, વાહનોમાં પણ તોડફોડ

આ પણ વાંચો:કોર્પોરેટરનું કારસ્તાન,કામગીરીને બદલે દેખાડ્યો રુવાબ 

આ પણ વાંચો:રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાએ અજમાવ્યો બેટિંગ પર હાથ, જુઓ ખાસ ફોટો

આ પણ વાંચો:ફિલ્મી દુનિયાનો ક્રેઝ વિદ્યાર્થીઓમાં જાગ્યો, અસલી વિદ્યાર્થીની જગ્યા પર ડમી વિદ્યાર્થી પહોંચ્યો પરીક્ષા આપવા 

આ પણ વાંચો: ઈન્દોરના મંદિર અકસ્માતમાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત, 40 ફૂટ ઊંડા પગથિયાંમાંથી રાતભર નીકળ્યા મૃતદેહો